કાર્યવાહી:5 દિવસમાં 217 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, 949ને દંડ કરાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2.75 લાખના દંડની વસૂલાત, સૌથી વધુ જથ્થો કતારગામથી ઝડપાયો

1લી જાન્યુઆરી 2023થી 120 માઇક્રોનથી ઓછી જાડાઇ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરાતા મહાપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ઝુંબેશ હાથ ધરી છે. તારીખ 1 જાન્યુઆરીથી તારીખ 5 જાન્યુઆરી દરમિયાન પાલિકાના આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં હાથ ધરેલી કાર્યવાહીમાં 2543 સંસ્થાઓ ને ચેક કરી હતી જેમાં, 217 કિલો કેરી બેગ સહિત ના પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતાં જપ્ત કર્યું છે.

તો લારી-પાથરણાવાળા, સ્ટોલ સહિત ના સ્થાનો પર 949 ઈસમો પાસેથી મળી કુલ 2.75 લાખ દંડ વસૂલવામાં આવ્યો છે. તમામ ઝોનમાં સૌથી વધુ 82.6 કીલો પ્લાસ્ટિક કતારગામમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. તો સૌથી ઓછું અઠવા ઝોનમાંથી 4.9 કિલો જપ્ત થયું છે.

શહેરભરમાં 2543 દુકાનોમાં ચેકિંગ કરાયું

ઝોનસંસ્થાજપ્ત પ્લાસ્ટિકઇસમવહીવટી ચાર્જ
સેન્ટ્રલ24720.413847,000
ઇસ્ટ-એ28326.610649,450
ઇસ્ટ-બી66031.1224763,450
નોર્થ74082.623766,100
વેસ્ટ21911.98912600
સાઉથ-એ5716.2225300
સાઉથ-બી11313.1204600
અઠવા1044.93411,600
લિંબાયત120105615,500
ટોટલ2543217 કિલો9492,75,600
અન્ય સમાચારો પણ છે...