દારૂ પર રોડ રોલર ફેરવાયું:સુરતમાં રેલવે પોલીસે ઝડપી પાડેલા 21.62 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

સુરત20 દિવસ પહેલા
રેલવે પોલીસ મથકમાં પકડાયેલા 21.62 લાખના દારૂના જત્થાનો નાશ કરવામાં આવ્યો
  • નવ મહિના દરમિયાન પોલીસ દ્વારા ઝડપાયેલા દારૂનો નાશ કરાયો

સુરત રેલવે પોલીસ મથકમાં પકડાયેલા 21.62 લાખના દારૂના જત્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં અહી દારૂના જત્થાનો નાશ કરાયો હતો.

પોલીસના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહીવર્ષ 2021 ના સપ્ટેમ્બર મહિનાથી વર્ષ 2022ના જુન મહિના સુધી સુરત રેલ્વે પોલીસ મથકની હદમાં અલગ અલગ દારૂના કેસો કરવામાં આવ્યા હતા. અને વિદેશી દારૂનો જત્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ તમામ દારૂના જત્થાનો ઉધના ડેપોની હદમાં નાશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂના જત્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે 21.62 લાખનો દારૂ હતો આ તમામ દારૂના જત્થાનો નાશ અહી કરવામાં આવ્યો છે.

લઠ્ઠા કાંડ બાદ કાર્યવાહી તેજ

બોટાદ ઝેરી દારૂ કાંડને લઈને ગુજરાત હચમચી ઉઠ્યું છે. સુરતમાં પણ પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ કરીને દારૂનો જત્થો ઝડપી પાડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. દરમ્યાન આજરોજ ઉધના બસ ડેપો ખાતે 21.62 લાખના દારૂના જત્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...