વિદેશની ઘેલછા મોત સુધી લઈ ગઈ:અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળતાં સુરતના 21 વર્ષીય યુવકે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

સુરતએક મહિનો પહેલા
  • કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં યુવક માસ્ટરની ડિગ્રી કરવા ઈચ્છતો હતો

સુરતના નાના વરાછા ખાતે રહેતા યુવકે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ ન થતાં આપઘાત કરી લીધો હતો. ઘરમાં કોઈ હાજર નહોતું તે સમયે યુવકે સાડી બાંધીને ફાંસો ખાધો હતો. યુવક કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન મેળવવા ઈચ્છતો હતો. પરંતુ તે શક્ય ન બનતા હતાશામાં આવી જઈ ફાંસો ખાધો હતો.

કેલિફોર્નિયા જવાની ઈચ્છા હતી
નાના વરાછાની તાપી દર્શન સોસાયટીની બાજુમાં આવેલી ગિરનાર સોસાયટી ખાતે મુકેશભાઈ જૈસુર પરિવાર સાથે રહે છે. મૂળ જૂનાગઢના માળિયા તાલુકાના કુકસવાડાના 21 વર્ષીય પુત્ર દીપકુમારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દીપની ઈચ્છા અમેરિકામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવાની હતી. પરંતુ તે શક્ય ન બનતા હતાશ થઈને આત્યંતિક પગલું ભરી લીધું હતું.

દિપ જૈસુર
દિપ જૈસુર

સાડી બાંધી ફાંસો ખાધો
દીપે અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે એપ્લાય કર્યું હતું. જો કે દિલીપકુમારને એડમિશન મળ્યું ન હતું. અંતે નિરાશ થઈ ગયો હતો. ઘરે એકલતાનો લાભ લઈને છતના હુક સાથે ડિજિટલ પ્રિન્ટની સાડી બાંધી ફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું.જેથી પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો.

ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર
ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર

અહીં તક નથી-નીતિન પટેલ
કેનેડામાં એક પરિવારના મોત થયા તે વખતે પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જાય છે. શા માટે જાય છે?અહીં તક નથી. અહીં મહેનત કર્યાં પછી પણ સ્થાન મળતું નથી એટલે મોટી રકમનો ખર્ચ કરીને કેટલાય જોખમો લઈને અમેરિકા જતા હોય. ત્યાં કોઈ ચિંતા નથી. ખાલી આ બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે.

ત્રણ મહિના પહેલા એપ્લાય કર્યું હતું દિપકુમારે સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે બેચલર પુરૂ કર્યું હતું. ત્યાર બાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં તેનું એક વર્ષ પૂર્ણ થયું હતું. ત્યાર બાદ બીજા વર્ષ માટે દિપકુમારે ત્રણ મહિના પહેલા અમેરિકાના કેલિફોર્નિયાની સ્ટેટ યુનિવર્સિટીમાં અેડમિશન માટે એપ્લાય કર્યું હતુ. પરંતુ અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન નહીં થાય તેવા દિપકુમારને ડર હતો જેના કારણે તે માનસીક તણાવમાં હતો.

સરથાણામાં ITના છાત્રે બિલ્ડિંગમાંથી પડતું મુક્યું
​​​​​​​સરથાણામાં આઈટીના વિદ્યાર્થીએ ઘર નજીક નિર્માણાધીન બિલ્ડિંગમાંથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. અમરેલીના ખાંભાનો વતની અને સરથાણા બ્લૂસિટી બિલ્ડીંગમાં રહેતા અરવિંદભાઈ હિરપરા મિનરલ વોટરનો પ્લાન્ટ ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્રો છે. બંને પૈકી 19 વર્ષીય કેયુર રાજકોટ ખાતે આઈટીનો અભ્યાસ કરતો હતો. થોડો સમય પહેલા કેયુર ઘરે આવ્યો હતો. બુધવારે સવારે કેયુરે ઘર નજીકની નિર્માણાધીન બિલ્ડિંગ પરથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. કેયુરે ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી.