તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રોડના 37માંથી 21 કામ મુલતવી, 20% ઉંચા ભાવે 4 કામને મંજૂરી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં બાંધકામ સમિતિની બેઠક મળી

પાલિકામાં ગુરુવારે મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં વિવિધ 37 કામમાંથી 21 જેટલા રસ્તા કારપેટ-રિકારપેટના કામ મુલતવી કરાયા છે તો 2 કરોડના ખર્ચે ખાનગી સોસાયટીઓના રસ્તા સીસી બનાવવાના ખર્ચનો અંદાજ મંજુર કરાયો છે.

પુણા-સીમાડાની સંગના સોસા., કતારગામ શાંતિનગર, છાપરાભાઠા-અમરોલીની અક્ષર પાર્ક સોસા. તથા કરંજની ટાગોર કોલોનીના રસ્તાઓને સિમેન્ટ કોંક્રિટના બનાવવાના કુલ 75 લાખના ચારેય કામો 20 ટકા ઉંચા હોવા છતાં સોંપાયા છે. આ સહિત રાંદેર, અડાજણ, કતારગામ વિસ્તારોની ખાનગી સોસાયટીઓમાં મળી 2 કરોડના સીસી રોડના કામના અંદાજ મંજૂર કરાયા છે તથા પૂર્વ ઝોન-એમાં જુદી જુદી જગ્યાના હેલ્થ સેન્ટરમાં તથા વહીવટી ભવનમાં ફાયર સેફ્ટી ધ્યાને લઈ ઇમરજન્સી એન્ટ્રી-એક્ઝિટ માટે વધારાના દાદર બનાવવા માટે રૂપિયા 1.21 કરોડના ખર્ચનો અંદાજ મંજૂર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...