કોરોનાકાળમાં વૈશ્વિકસ્તરે નર્સિંગ સ્ટાફની જરૂરીયાત ઊભી થતાં તેની અસર નર્સિંગ કોર્સ પર જોવા મળી છે. વીએનેસજીયુએ વર્ષ 2022-23થી 21 નવી કોલેજોને જોડાણ આપ્યું છે. જેમાં સૌથી વધારે 6 કોલેજ BSc નર્સિંગની છે. BCAની 2, BComની 3, BBAની 2, BSc ITની 1, BSc માઈક્રોબાયોલોજીની 1, LLB. ઇન્ટિગ્રેટેડની 1, LLBની 3, BAની 1 અને BSc હોમ સાયન્સની 1 નવી કોલેજોને પણ જોડાણ અપાયું છે.
યુનિવર્સિટીને વર્ષ 2022-23 માટે યુજી અને પીજીની 37 નવી કોલેજ માટે અરજી મળી હતી. જેમાં કોમ્પ્યુટર સાયન્સ અને બીસીએ, BSc IT, BCom, 3 બીબીએ, 2 ઇન્ટિરિયર ડિઝાઇનની, બીએ, હોમ સાયન્સ, લો કોલેજ, નર્સિંગ અને પીબીએન નર્સિંગની નવી કોલેજોની અરજી હતી. જેમાં નીડ કમિટી સાથે સિન્ડિકેટે કોલેજ પાસે 5 એકર જમીન છે કે નહીં? ફાયર સેફ્ટી છે કે નહીં? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફ સહિત બાબતો તપાસ્યા બાદ આ નવી કોલેજોને મંજૂરી અપાઇ છે.
વિદેશમાં નર્સ માટે 5 લાખનું પેકેજ
વિદેશની હોસ્પિટલોમાં નર્સોને રૂ. 5 લાખ સુધીનું પેકેજ ચૂકવાય છે ભારતમાં નર્સિંગ સ્ટાફને રૂ. 15થી રૂ. 30 હજાર સુધીનો પગાર ચૂકવાય છે તો વિદેશમાં 5 લાખ સુધીનો પગાર ચૂકવાતો હોવાનું જણાય આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.