તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવાસ લોકાર્પણ:સુરતમાં મુખ્યમંત્રીના હસ્તે LIGના 208 બહુમાળી આવાસોનું લોકાર્પણ, સરકાર દર વર્ષે પાંચ લાખ મકાનો બનાવશેઃ વિજય રૂપાણી

સુરત22 દિવસ પહેલા
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રૂ.23.81 કરોડના ખર્ચે નિર્મિત થયેલા LIG આવાસનું લોકાર્પણ.
  • કોંગ્રેસના રાજમાં બનેલા મકાનો ખખડધજ થઈ જતા હતાઃ રૂપાણી
  • વડાપ્રધાનના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશેઃ રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂંઢ વેલેન્ટાઈન સિનેમા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રૂ.23.81 કરોડના ખર્ચે નિર્મિત થયેલા LIG યોજનાના અંદાજે 208 બહુમાળી આવાસોનું લોકાર્પણ કર્યું હતું. વિજય રૂપાણીએ સભાને સંબોધતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર કરી રહ્યા છે. દરેક શહેરોની અંદર જમીનના ભાવ કરોડોમાં બોલાય છે ત્યારે ગરીબોને પોતાના આવાસ માટેનું સપનું જોવું પણ દુષ્કર બની રહ્યું છે. તેવા સમયે સરકાર સામાન્ય માણસને પોતાના સપનાનું ઘર મળે તેવા પ્રયાસો કરી રહી છે. દર વર્ષે સરકાર પાંચ લાખ જેટલા મકાનો બનાવીને ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આપશે.

વિજય રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર
કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે માત્ર નારા લગાવવામાં આવતા હતા. ગરીબી હટાવો જેવા માત્ર નારા લગાવવામાં આવતા હતા. કોંગ્રેસના રાજમાં બનેલા મકાનો ખખડધજ થઈ જતા હતા. હવે સરકાર ગરીબ અને મધ્યમ પરિવારોને મજબૂત અને સારા મકાનો આપી રહી છે.

એરપોર્ટની સમસ્યાનો એક સપ્તાહમાં ઉકેલ લવાશે
મુખ્યમંત્રીને એરપોર્ટને નડતરરૂપ ઇમારતો વિશે પૂછવામાં આવતા સીઆર પાટીલે જવાબ આપ્યો હતો. એરપોર્ટને નડતરરૂપ બિલ્ડીંગ સમસ્યા અંગે જણાવ્યું કે ટેક્નિકલ સમસ્યા છે. બધા બિલ્ડરોની ભૂલ નથી. એક સપ્તાહમાં આ સમસ્યાનો સુખદ ઉકેલ લાવવામાં આવશે. કોઈને અન્યાય નહિ થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

સભામાં LIG યોજના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ઉપક્રમે 13 માળના બહુમાળી આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં ગ્રામ ગૃહ નિર્માણ, પાણી પુરવઠો અને ગ્રામ વિકાસ કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ LIG યોજના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

46મો ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ સમારોહમાં યોજાયો
સુરતમાં લે-મેરિડિયન હોટલ, ટી.જી.બી. ખાતે 46મો ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ સમારોહમાં યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. ગોંવિદ ધોળકિયાને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. કિરણ ડાયમંડને સૌથી વધુ એવોર્ડ મળ્યા હતા. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણે માત્ર હીરા ઘસનારા નથી. ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરનારા આપણે છે. વિશ્વભરમાં જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ અલાયદું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહામારીમાં પણ 59% એક્ષ્પોર્ટ વધારવામાં સફળ રહ્યા છે. 66 હજાર કરોડની જ્વેલરી એક્સપોર્ટ કરવામાં સફળ થયા છે.

જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ સમારોહમાં મુખ્યમંત્રીએ હાજરી આપી.
જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ સમારોહમાં મુખ્યમંત્રીએ હાજરી આપી.

ડાયમંડ બુર્સ વિશ્વના હીરાનું કેન્દ્ર બનશેઃ રૂપાણી
વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનને જે લક્ષ્ય આપ્યું છે તેને આપણે પ્રાપ્ત કરીશું. ડાયમંડ બુર્સ વિશ્વના હીરાનું કેન્દ્ર બનશે. વડાપ્રધાનના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમ એન્ડ જ્વેલરી પાર્ક તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. સિન્થેટિક ડાયમંડને વેગ મળે તે માટે કામ કરવામાં આવશે. આવનાર દિવસો ભારતના છે. આવનારા દિવસોને ધ્યાનમાં રાખીને સ્કીલ ડેવલોપમેન્ટ કરી આગળ વધવાનું છે. સુરતનો ઇતિહાસ ભવ્ય છે. ઇન્ફાસ્ટ્રકચર ઉભું કરવું જરૂરી છે. આ વ્યવસાય ભરોસા પર થતો વેપાર છે.