એજ્યુકેશન:204 સ્કૂલને ફાયર એનઓસી મુદ્દે એફિડેવિટ કરવા આદેશ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી સ્કૂલોની આડોડાઈ
  • DEOએ ચિમકી આપતાં સ્કૂલ સંચાલકો દોડતા થઈ ગયા

શહેરની નવ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતી 204 સ્કૂલોએ ફાયર NOC મુદ્દે વારંવારની ટકોર કરવા છતાં એફિડેવિટી કર્યું ન હતું. જેને કારણે સોમવારે ડીઇઓએ લાલ આંખ કરીને તાત્કાલિક એફિડેવિટી સબમીટ કરવાનો આદેશ કરતાં જ આ તમામ સ્કૂલોના સ્કૂલ સંચાલકો દોડતા થઇ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય અગ્નિ નિવારણ સેવાના નિયામકના પરિપત્ર અનુસાર નવ મીટરથી વધારે ઊંચાઇ ધરાવતી હોય તેવી અથવા સ્કૂલના મકાનનું બેઝમેન્ટ 200 ચોરસ મીટરથી વધારે ક્ષેત્રફળમાં હોય તેવી સ્કૂલોએ રાજ્ય સરકારના નિયમ અનુસાર સંબંધિત ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી એનઓસી મેળવાનું હોય છે. જો કે, આ સિવાયની સ્કૂલોએ ફાયર સેફ્ટી ઊભી કરીને સેલ્ફ સર્ટિફિકેશન કરીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ આપવાનું રહેશે, જે પછી જિલ્લા શિક્ષણાધિકારીએ આવી સ્કૂલોની ચેક લિસ્ટ બનાવીને વખતો વખત ચેકિંગ કરવાનું રહેશે.

દરમિયાન નવ મીટરથી વધારે ઊંચાઇ ધરાવતી હોય તેવી શહેરની 204 સ્કૂલોએ ફાયરના NOC મુદ્દે અત્યાર સુધી એફિડેવિટી કરી ન હતી. જેને કારણે ડીઇઓએ ચીમકી આપી હતી કે, ફાયર NOC તાત્કાલિક સબમીટ નહીં કરાશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવો આદેશ કરતાં જ આ તમા સ્કૂલોના સંચાલકો દોડતા થઇ ગયા હતા. આ સાથે જ મોટાભાગની સ્કૂલોએ ટી. એન્ડ ટી. વી. સ્કૂલમાં એફિડેવિટી સબમીટ કરાવી દીધી હોવાની વાત પણ જાણવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...