સુરતની નવરાત્રિ LIVE:મા તારો ગરબો ઝાકમઝોળ...સુરતમાં બીજા નોરતે શેરી ગરબામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યાં

સુરત4 મહિનો પહેલા
ક્રિષ્ના થનગનાટ ગ્રુપ અને સ્વાસ્તિક ગરબા ગ્રુપ ઘોડદોડ રોડ.
  • નવરાત્રિની રાહ જોઈ રહેલા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા

કોરોના શરુ થયો ત્યારથી તહેવારોની ઉજવણીમાં પર ગ્રહણ લાગ્યું હતું. હવે કેસ નિયંત્રણમાં આવતા કેટલીક મર્યાદા સાથે સરકારે ફરીથી છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતીઓનો અને ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિની શેરી, ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજે બીજા નોરતે શહેરની મોટાભાગની સોસાયટીમાં ગરબાનો ઉત્સાહ ડીજેના તાલે જોવા મળ્યો છે.

નવરાત્રિના ગરબા પરિવાર સાથે
કોરોના મહામારીને કારણે ગત વર્ષે સાવ બંધ રહેલા નવરાત્રિ ગરબામાં આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની સંખ્યા સાથે છૂટ આપવામાં આવી છે. ત્યારે સુરતમાં ખેલૈયાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે મા અંબાની આરાધના સમા નવરાત્રિના ગરબા પરિવાર સાથે આનંદ માણ્યો છે.

વિવેકાનંદ ટાઉન શિપ પાલનપુર જકાતનાકા.
વિવેકાનંદ ટાઉન શિપ પાલનપુર જકાતનાકા.

અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રિની જમાવટ
સુરતના ગોલવાડ, પાંડેસરા, પાલનપુર જકાતનાકા, પાલ, કેનાલ રોડ, સિટી લાઈટ અને ઘોડદોડ રોડ સહિતના વિસ્તારોમાં શેરી ગરબાની જમાવટ જોવા મળી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી નવરાત્રિની રાહ જોઈ રહેલા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યાં હતાં.

ઉમંગ હાઈટ્સ, બીઆરટીએસ રોડ.
ઉમંગ હાઈટ્સ, બીઆરટીએસ રોડ.

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું
નવરાત્રિ દરમિયાન સુરત શહેરમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં ગરબામા આયોજન છૂટી આપવામાં આવી છે. આયોજન કરતાઓએ રાત્રિના 12 વાગ્યે તમામ લોકો પોતાના ઘરે પહોંચી જાય તેવી રીતે આયોજન કરવાનું રહેશે. જો કોઇ રાત્રિના 12 વાગ્યા બાદ મળી આવશે તો તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સ્વતંત્ર સેનાની નગર પાંડેસરા.
સ્વતંત્ર સેનાની નગર પાંડેસરા.

કાયદાનું પાલન કરવાનું રહેશે
સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે તેમજ ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યકિતઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇએ. ગરબા દરમિયાન ભાગ લેનાર લોકોને વેક્સિન લેવા અંગે જાગૃત કરવા તેમજ જેઓએ વેક્સિન લીધી ન હોય તેઓને વેક્સિન લેવા પ્રોત્સાહીત કરવા અપીલ કરવામાં આવે છે.

ગોલવાડ વિસ્તાર અંબાજી રોડ ચંદુલાલ શેરી.
ગોલવાડ વિસ્તાર અંબાજી રોડ ચંદુલાલ શેરી.
પંચામૃત કેમ્પસ, પાલ.
પંચામૃત કેમ્પસ, પાલ.
કેનાલ રોડ રાજહંસ ઓર્ચિડ સોસાયટી.
કેનાલ રોડ રાજહંસ ઓર્ચિડ સોસાયટી.
સિટી લાઈટ વિસ્તાર.
સિટી લાઈટ વિસ્તાર.