તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 2020 Real Corona Warrior, 52 Year Old Abdul Malbari 3 Thousand Corona Effected And Suspected Funeral In The Last 9 Months In Surat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020નો રિયલ કોરોના વોરિયર:કોરોનાની મહામારીમાં છીંકનારથી લોકો ફફડે છે ત્યારે સુરતમાં છેલ્લા 9 મહિનામાં કોરોનાગ્રસ્ત અને શંકાસ્પદ 3 હજાર લાશોની અંતિમવિધિ કરનારા સુરતીને સલામ

સુરત2 મહિનો પહેલા
સુરતના અબ્દુલભાઈ મલબારી બિનવારસી મૃતદેહોના સ્વજન બની વિધિ-વિધાનથી અંતિમક્રિયા કરે છે. - Divya Bhaskar
સુરતના અબ્દુલભાઈ મલબારી બિનવારસી મૃતદેહોના સ્વજન બની વિધિ-વિધાનથી અંતિમક્રિયા કરે છે.
  • સુરતના 52 વર્ષીય અબ્દુલ મલબારીનું અડધું જીવન બિનવારસી લાશોના અંતિમસંસ્કાર કરવાના કામમાં જ વીત્યું
  • મોરબીનું વાવાઝોડું, કચ્છનો ભૂકંપ, તામિલનાડુની સુનામી, 1999 અને 2006ની તાપી નદીના પૂરમાં કામગીરી કરી

બિનવારસી લાશોના વારસ એવા સુરતના અબ્દુલભાઈ મલબારી વિશે જાણીને નવાઈ લગાશે કે તેઓ છેલ્લાં 26 વર્ષમાં 50 હજાર જેટલા બિનવારસી મૃતદેહોના અંતિમસંસ્કાર કરી ચૂક્યા છે. દેશનાં સાત રાજ્યમાં ભૂકંપ, સુનામી, રેલ જેવી આફતો વખતે મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા હતા.

કોરોના વાઈરસની મહામારી વચ્ચે જ્યારે પોઝિટિવ દર્દીના અંતિમ સમયે તેના કોઈપણ સ્વજન અંતિમક્રિયામાં હાજર રહેતા નથી એવા સમયે સુરતના અબ્દુલભાઈ મલબારી તેમના સ્વજન બની વિધિ-વિધાનથી અંતિમક્રિયા કરતા હોય છે. સુરતમાં કોરોનાથી મોતને ભેટેલા અને શંકાસ્પદ હોય તેવા 3000 દર્દીના તેમના ધર્મ અનુસાર વિધિ-વિધાનથી અંતિમસંસ્કાર કરનાર અબ્દુલ રહેમાન મલબારી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ બની ગયા છે.

બિનવારસી લાશના સંપૂર્ણ સન્માન સાથે તેના ધર્મ મુજબ અંતિમસંસ્કાર કરે છે
ચહેરા પર દાઢી, લેંગો અને ઝભો પહેરતા 52 વર્ષીય અબ્દુલ મલબારીનું અડધું જીવન બિનવારસી લાશોના અંતિમસંસ્કાર કરવાના કામમાં જ વીત્યું છે. કોવિડ-19ને કારણે મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમસંસ્કારની ચિંતા આખા વિશ્વમાં હશે, પણ સુરતના વહીવટી તંત્રને નથી, કારણ કે તેમની પાસે અબ્દુલભાઈ મલબારી અને તેમનું એકતા ટ્રસ્ટ છે. સાવ સડી ગયેલી, અકસ્માતમાં કટકાઓમાં વિખેરાયેલી, બળી ગયેલી લાશ, જેને જોતાં કે એના વિશે સાંભળતાં આપણને અરેરાટી થઈ આવે, જેને તેના પોતાના સ્વજન પણ હાથ ન લગાડે, એવામાં સંપૂર્ણ સન્માન સાથે એના ધર્મ મુજબ તેઓ અંતિમસંસ્કાર કરે છે.

1994માં એકતા ટ્રસ્ટની સ્થાપના કરી કામગીરી કરી રહ્યા છે.
1994માં એકતા ટ્રસ્ટની સ્થાપના કરી કામગીરી કરી રહ્યા છે.

1994માં એક હૃદયસ્પર્શી ઘટનાથી આ કામમાં જોડાયા
સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં 52 વર્ષીય અબ્દુલભાઈ મલબારી પત્ની અને ચાર દીકરી સાથે રહે છે. જન્મ સુરતમાં પણ મૂળ કેરળના વતની છે. 1994માં મહિલાને એચઆઈવી હોવાનું જાણી બે બાળકો ભાગી ગયાં હતાં. એક મહિના સુધી મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં કોલસ્ટોરેજમાં પડી રહ્યો હતો. ન્યૂઝપેપરમાં પણ જાહેરાત આપવી પડી હતી. કોઈ સંબંધી ન આવતાં આખરે અબ્દુલભાઈએ અંતિમવિધિ કરી હતી. ત્યાર બાદ સફીભાઈએ તેમની કામગીરીની પ્રશંસા કરી અને સેવાકીય કામગીરીનો વિચાર આવ્યો ને એક્તા ટ્રસ્ટની સ્થાપના કરી હતી.

હજારો લાશ આફતના સમયે બહાર કાઢી અંતિમસંસ્કાર કર્યા
એકતા ટ્રસ્ટની સ્થાપના બાદ સુરતમાં જ્યારે પણ બિનવારસી લાશ મળે કે કોઈ ફૂટપાથ પર મરી જાય કે ટ્રેન નીચે કપાઈ જાય, કોઈ આત્મહત્યા કે જેનું કોઈ ન હોય એવા દરેક કિસ્સામાં એ મૃતકના ધર્મની ઓળખ કરીને એને તેના ધર્મ મુજબના અંતિમસંસ્કાર કરવાનું કામ એકતા ટ્રસ્ટે ઉપાડી લીધું, નાત-જાત-ધર્મ જોતા નથી, જે આજે પણ ચાલે છે. આ સંસ્થા સરકારી સહાય વિના લોકોનાં દાનથી જ ચાલે છે. સુરતના આ એકતા ટ્રસ્ટના સભ્યોને મોરબીનું વાવાઝોડું, કચ્છનો ભૂકંપ, તામિલનાડુની સુનામી, 1999 અને 2006ની તાપી નદીની રેલ, કેદારનાથ હોનારત કે જમ્મુ-કાશ્મીરનું પૂર, આ દરેક હોનારત વખતે કામગીરી બજાવવાનો અનુભવ છે. આ દરેક સ્થળે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ મલબારી હાજર રહ્યા હતા. હજારો લાશ આ આફતના સમયે બહાર કાઢીને એના અંતિમસંસ્કાર કર્યા છે.

તેમણે દેશનાં સાત રાજ્યમાં ભૂકંપ, સુનામી, પૂર જેવી આફતો વખતે મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા.
તેમણે દેશનાં સાત રાજ્યમાં ભૂકંપ, સુનામી, પૂર જેવી આફતો વખતે મૃતદેહોના અંતિમસંસ્કાર કર્યા.

ભુજમાં કરેલી કામગીરીથી એરફોર્સે પણ સલામી આપી હતી
કચ્છના ભૂકંપની અનેક હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી હતી. અબ્દુલભાઈ મલબારીના અનુભવો કંઈ અલગ જ છે. અબ્દુલભાઈ કહે છે, સુરતના મ્યુનિસિપલ કમિશનર જગદીશન સાહેબને કચ્છમાં વિશેષ જવાબદારી સાથે મોકલાવ્યા હતા. એ અમારી કામગીરી જાણતા હતા. તેમનાં સૂચન અને માર્ગદર્શનથી અમે કચ્છ પહોંચ્યા. અમને પ્રથમ ભુજમાં આવેલી એરફોર્સ કોલોનીમાં મોકલ્યા. અર્લી એક નવ માળનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયેલું. બિલ્ડિંગના આઠમા માળે એક અધિકારીનાં પત્ની હતાં. ઉપર જવાના દાદર તૂટી ગયા હતા. આ માટે એરફોર્સના અધિકારી પાંચ દિવસથી પ્રયત્ન કરતા હતા. મેં જોયું કે દાદરથી ઉપર જવાય એમ હતું જ નહીં, એટલે પાઈપ પરથી હું આઠમા માળે પહોંચ્યો. અધિકારીનાં પત્ની મૃત હાલતમાં હતાં. તેમના ઘરમાં એની જ સાડીઓ પડી હતી, જેનાથી તેમને બાંધીને લાશ લઈ હું નીચે ઊતર્યો. સુરત મહાનગરપાલિકાની ટીમ સાથે એની અંતિમવિધિ કરી. અમારી કામગીરી જોઈને એરફોર્સના અધિકારી અમારી પાસે આવ્યા અને મને કહ્યું, સામાન્ય રીતે અમે કોઈ સિવિલિયનને સલામી નથી આપતા, પણ તમારી કામગીરી જોઈ આજે એ કરવાનું મન થાય છે. એ ટુકડીએ અમને સલામી આપી, એનાથી મોટું ઈનામ અમને શું જોઈએ?

તામિલનાડુમાં 500 લોકોના અંતિમસંસ્કાર કર્યા હતા
તામિલનાડુમાં આવેલી સુનામી વખતે તેઓ ત્યાં પહોંચેલા તો તેમને તામિલનાડુ સરકારે નાગોર મોકલ્યા હતા. અહીં ઝૂંપડપટ્ટી પર એક પુલ તૂટી પડવાથી ઝૂંપડાંમાં રહેતા 500 લોકો મોતને ભેટેલા. કાટમાળ નીચેથી મૃતદેહો બહાર કાઢીને એના અંતિમસંસ્કાર તેમણે કરેલા. એવું નથી કે એકતા ટ્રસ્ટ માત્ર મૃતકોનું જ કામ કરે છે, એ જીવતા માણસો માટે પણ સેવાકીય કામ કરે છે. શહેર કોઈપણ હોય, માનવતાના સાદ પછી માણસની અંતિમયાત્રા પૂરી સન્માનથી યોગ્ય વિધિ સંપન્ન થાય એની ખાસ કાળજી રાખવામાં આવે છે.

કોરોનાથી મોતને ભેટેલાઓના અંતિમસંસ્કાર સાથે લોકડાઉનમાં સેવા કરી.
કોરોનાથી મોતને ભેટેલાઓના અંતિમસંસ્કાર સાથે લોકડાઉનમાં સેવા કરી.

મુંબઈ, કેદારનાથ, જમ્મુ-કાશ્મીરમાં કામગીરી કરી
મુંબઈમાં આવેલા રેલમાં થાણેના મુંદ્રામાં તેઓ રાહત અને બચાવકાર્ય માટે ગયેલા. 2013માં કેદારનાથમાં પણ અબ્દુલભાઈ મલબારી 18 સાથી સાથે દેહરાદૂન પહોંચી ગયેલા. કામ કરવા માટે સરકારને મનાવવામાં અનેક દિવસ લાગ્યા હતા. એ પછી પર્વતોની વચ્ચે નાનાં નાનાં ગામોમાંથી મૃતદેહોને શોધી કાઢી એની અંતિમવિધિ કરી હતી. 2014માં જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂર વખતે પણ એકતા ટ્રસ્ટની ટીમ પહોંચી ગયેલી. શ્રીનગર પાસે સેના માટે ગાય-ભેંસનો એક મોટો તબેલો હતો. બધાં પશુઓ બાંધેલાં હતાં. પૂર આવ્યાં અને ભાગી ન શકાયું એટલે 300 જેટલું પશુધન કાળવશ થઈ ગયું. આ 300 ગાય-ભેંસના અંતિમસંસ્કારમાં પણ ભારતીય સેના સાથે એકતા ટ્રસ્ટે કામ કર્યું હતું.

કોરોનાકાળમાં 3000થી વધુ મૃતદેહોના અંતિમસંસ્કાર
છેલ્લા બે દાયકામાં ભારતમાં જ્યાં જ્યાં મોટી હોનારત સર્જાઈ ત્યાંથી લોકો ભાગતા હતા ત્યાં જ આ એકતા ટ્રસ્ટની ટીમ પહોંચીને કામગીરીનો આરંભ કરે, તેમની પાસે એવાં કોઈ મોટાં સાધન કે સામગ્રી નથી. તેમની સાથે કામ કરનારા માણસો નાના ઘરના છે, પણ માનવસેવાના આ કાર્યમાં તેઓ પોતાનો જીવ જોખમમાં નાખીને કામ કરે છે. અત્યારે કોરોના અને એનો ભય એવો છે કે કોઈ અંગત માણસ પણ કોરોનામાં મૃત્યુ પામે તો સગો દીકરો એને કાંધ આપી નથી શકતો, ત્યારે એકતા ટ્રસ્ટના લોકો મૃતકના ધર્મની લાગણી અને એની વિધિ સાથેના પુત્રધર્મ જ નિભાવી રહ્યા છે. જીવના જોખમે કામ કરતી આ ટીમ સાથે ડો. ઈમરાન મુલ્લા દરેક જગ્યાએ સાથે હોય છે. તેમની સાથે ડો. નિર્મલા સોલંકી તબીબી માર્ગદર્શન આપે છે. તેઓ છેલ્લા 9 મહિનામાં કોરોનાને કારણે મોતને ભેટેલા અને શંકાસ્પદ હોય તેવા 3000થી વધુ મૃતદેહોના અંતિમસંસ્કાર કરી ચૂક્યા છે.

કોરોના પોઝિટિવ દર્દીના અંતિમ સમયે તેના કોઈપણ સ્વજન અંતિમક્રિયામાં હાજર રહેતા નથી, એવા સમયે અબ્દુલભાઈ અંતિમસંસ્કાર કરે છે.
કોરોના પોઝિટિવ દર્દીના અંતિમ સમયે તેના કોઈપણ સ્વજન અંતિમક્રિયામાં હાજર રહેતા નથી, એવા સમયે અબ્દુલભાઈ અંતિમસંસ્કાર કરે છે.

જેટલાના અંતિમસંસ્કાર કરીએ છીએ એનો રેકોર્ડ રાખીએ છીએઃ અબ્દુલ મલબારી
અબ્દુલભાઈ રહેમાન મલબારી કહે છે, અમે ડિઝાસ્ટર સમયમાં કામ કરવા માટે હવે ટેવાઈ ગયા છીએ. પોલીસ, મહાનગરપાલિકા સૌનો અમને નિયમિત સહકાર મળે છે. લોકો પણ અમને સતત સહયોગ આપે છે. અમારી પાસે છે જે ત્રણ મારુતિ ઈકો અને બે વેન છે, એ દાનમાં જ મળી છે. એની અલગ કહાની છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક બીજી મોટી એબ્યુલન્સ સરકાર તરફથી મળી છે. અત્યારસુધીમાં અમે 10 હજારથી વધારે મૃતદેહના અંતિમસંસ્કાર કર્યા હશે. અમે સરકારી નિયમ, પોલીસ કાયદાનું પાલન કરીને જેટલાના અંતિમ સંસ્કાર કરીએ છીએ એનો રેકોર્ડ રાખીએ છીએ એટલે પોલીસ કે બીજા સરકારી વિભાગો સાથે અમે કામ કરી શકીએ છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો