સુરત / સ્મીમેર હોસ્પિટલમાં 20 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક મુકવામાં આવી

સ્મીમેર હોસ્પિટલમાં ક્રેઈર્ન મારફતે ઓક્સિજન ટેન્કને ઈન્સ્ટોલ કરવામાં આવી હતી.
સ્મીમેર હોસ્પિટલમાં ક્રેઈર્ન મારફતે ઓક્સિજન ટેન્કને ઈન્સ્ટોલ કરવામાં આવી હતી.
X
સ્મીમેર હોસ્પિટલમાં ક્રેઈર્ન મારફતે ઓક્સિજન ટેન્કને ઈન્સ્ટોલ કરવામાં આવી હતી.સ્મીમેર હોસ્પિટલમાં ક્રેઈર્ન મારફતે ઓક્સિજન ટેન્કને ઈન્સ્ટોલ કરવામાં આવી હતી.

  • સ્મીમેર હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા 30 હજારની લિટરની થઈ
  • કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સિજનની ખેંચ ન રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 08:10 PM IST

સુરત. સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક 20 હજાર લિટરની ક્ષમતા ધરાવતી લિક્વિડ ઓકિસજનની ટેન્ક મુકવામાં આવી છે. અગાઉ 10 હજારની લિટરની ક્ષમતા વાળી ઓકિસજન ટેન્કમાં વધારો થતા 30 હજાર લિટરની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી રીતે સારવાર કરી શકાશે.

દર્દીઓને ઓક્સિજનનો જથ્થો મળી રહેશે
સ્મીમેર હોસ્પિટલને કુલ 30 હજાર લિટર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ થતા અહીં દાખલ કોવિડ-19ના દર્દીઓને હવે ઓકિસજનની ખેંચ રહેશે નહી. ક્રિટીકલ કન્ડીશનના દર્દીઓની હવે વધુ સારી રીતે સારવાર કરી શકાશે. તેમજ તેમને ઝડપથી સ્વસ્થ કરી શકાશે.લિક્વિડ ઓકિસજન આપૂર્તિની કામગીરી હાલમાં યુધ્ધના ધોરણે ચાલી રહી છે. ટૂંક સમયમાં તેનો લાભ દર્દીઓને મળતો થશે તેમ સ્મીમેર હોસ્પિટલના વ્યવસ્થાપકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

અગાઉ ઓક્સિજન મુદ્દે વિવાદ થયેલો
સ્મીમેર હોસ્પિટલમાં અગાઉ ઓક્સિજન ન મળવાના કારણે બે દર્દીઓના મોત થયા હોવાના આક્ષેપ સાથે અગાઉ વિવાદ પણ થયો હતો. જેમાં દર્દીના સંબંધીઓએ સ્મીમેર હોસ્પિટલની બેદરકારીના આક્ષેપ પણ લગાવ્યાં હતાં.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી