કોરોના વેક્સિનેશન:યુનિવર્સિટીમાં આજથી રોજ 200 વિદ્યાર્થીને રસી અપાશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વધુ 45 હજાર લોકો સાથે શહેરમાં 67.93% રસીકરણ થયું સિનિયર સિટિઝનો માટે તમામ 8 ઝોનમાં અલગથી સેન્ટર

મહાપાલિકાના આરોગ્ય વિભાગે 65 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનો માટે તમામ ઝોનમાં એક એક સેન્ટરોની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા યુનિવર્સિટી ખાતેના વિદ્યાર્થીઓને મંગળવારથી વેક્સિનેશન કરવાની શરૂઆત કરવામાં આવશે. દૈનિક 200 જેટલા વિદ્યાર્થીઓને રસી મુકાશે. તમામ વિદ્યાર્થીઓને રસી મુકવાનો ટાર્ગેટ છે. યુનિ. કેમ્પસમાં આરોગ્ય વિભાગની એક ટીમ હાજર રહી વિદ્યાર્થીઓને રસી મુકશે. બીજીતરફ સોમવાર સુધીમાં 575 જેટલી સ્કૂલો-કોલેજો મળી કુલ 30,306 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યાં છે. તેમાં અત્યાર સુધીમાં 3 કેસ પોઝિટિવ નોંદાયા હતા.

મહાપાલિકાએ અત્યાર સુધીમાં 67.93 ટકા વૅક્સિનેશન પાર પાડ્યું છે. વેક્સિનના ડોઝના સપ્લાય પ્રમાણે રસી મૂકવામાં આવી રહી છે. કુલ 30,25,386ને પ્રથમ અને બીજો ડોઝ મૂકવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ડોઝ કુલ 22,78,185ને અને બીજો ડોઝ 7,47,201ને મુકાયો છે. જ્યારે પાલિકા-રાજ્ય સરકાર મળી કુલ 44,638 અને ખાનગી હોસ્પિટલમાં 936 મળી કુલ 45,574ને સોમવારે રસી મૂકવામાં આવી હતી.

શહેરમાં કુલ 30,25,386નું વેક્સિનેશન કરાયું

વયજૂથટાર્ગેટફર્સ્ટ ડોઝબીજો ડોઝટોટલ% (ફર્સ્ટ ડોઝ)
18-4421,05,59414,07,9922,36,69816,44,69066.87%
45+12,48,3108,70,1935,10,50313,80,69669.71%
ટોટલ33,53,90422,78,1857,47,20130,25,38667.93%

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...