આદેશ:લિંબાયતમાં 13 વર્ષની કિશોરીને પીંખનાર હેવાનને 20 વર્ષની જેલ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દોઢ વર્ષ પહેલા લગ્નની લાલચે યુવક ભગાડી ગયો હતો
  • આરોપી કિશોરીનું અપહરણ કરી દાહોદ લઇ ગયો હતો

એક વર્ષ અગાઉ લિંબાયતની 13 વર્ષની કિશોરીને લગ્નની લાલચે ભગાવીને ગોધરા લઇ જઇ બળાત્કાર ગુજારનારા આરોપીને પોક્સો કોર્ટના વિશેષ ન્યાયાધિશ ભરતકુમાર પૂજારાની કોર્ટે 20 વર્ષની સજા, રૂપિયા 50 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી. લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, લિંબાયતની કિશોરી નજીકના કારખાનામાં કામ કરતી હતી. પરંતુ 15મી માર્ચ 2021ના રોજ સાત વાગ્યા સુધી નહીં આવતા તેણીના માતા-પિતાએ 13 વર્ષીય કિશોરીની તપાસ આદરી હતી.

ત્યારે કારખાનાના માલિકે કહ્યું કે, તમારી દીકરી દિનેશ પ્રજાપતિ સાથે ઘરે જવા નિકળી હતી. દીકરી નહીં આવતા અંતે માતાએ પોલીસ ફરિયાદ કરી હતી અને બાદમાં સામે આવ્યું હતું કે, આરોપી દિનેશ લગ્નની લાલચે કિશોરીને ભગાડી ગોધરા લઇ ગયો હતો અને ત્યાંથી દાહોદ લઇ જઇ પોતાના મામાને ત્યાં રોકાયો હતો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસ તપાસમાં આરોપી પકડાઈ જતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો અને ટ્રાયલ બાદ આજે કોર્ટે સગીરાને ભગાવી જઇ બળાત્કાર કરવાના ગુનામાં 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...