કોર્ટનો નિર્ણય:કાપોદ્રાની સગીરા પર રેપ કરનારને 20 વર્ષ, ચુંબન કરનારા મિત્રને 5 વર્ષ સજા

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપી સગીરાના પિતાનો સંબંધી હોવાથી સ્કૂલ મુકવા જતો હતો
  • પીડિતાને રૂ. 3 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટનો હુકમ

કાપોદ્રામાં 12 વર્ષની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરી તેની પર બળાત્કાર કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા, 25 હજારનો દંડ અને દંડ ન ભરે તો 1 વર્ષની સજા અને મુખ્ય આરોપીના મિત્ર કે જેણે સગીરાને ચુંબન કર્યુ હતું તેને 5 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

સરકાર તરફે એપીપી વિશાલ ફળદુએ બંને આરોપીને કડક સજા માટે દલીલ કરી હતી. કોર્ટે પીડિતાને 3 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો, ઉપરાંત ચુકાદામાં ટાંક્યું કે, સમાજમાં સગીર બાળકો સાથેના હીન પ્રકારના કૃત્યો વધી રહ્યા છે ત્યારે સમાજમાં આવા ગુના બનતા અટકે અને કોઇપણ વ્યક્તિ મુક્તપણે સમાજમાં જીવન જીવી શકે તેવા શુભ આશ્યથી જુદા-જુદા કાયદા અસ્તિત્વમાં આવ્યા છે.

કાપોદ્રા પોલીસ મથકમાં 13 માર્ચ 2020એ નોંધાયેલી ફરિયાદ મુજબ, કાપોદ્રામાં રહેતી 12 વર્ષીય સગીરાને તેના પિતાનો સંબંધી એવો 20 વર્ષીય આરોપી મનોજ રામ શાહુ શાળા અને ટયુશને મૂકવા જતો હતો. એક દિવસ સગીરા ટયુશન ગયા બાદ પરત ન ફરતાં આરોપી તેને લગ્નની લાલચે ભગાવી ગયો હોવાનું બહાર આવ્યું હતું.

ઉપરાંત મહિના પહેલાં તેણે સગીરા પર અવાવરુ જગ્યાએ બળાત્કાર કર્યો હોવાની વાત પણ બહાર આવી હતી. આરોપી અને સગીરા અવાવરુ જગ્યાએ હતા ત્યારે અન્ય આરોપી સચીન પારેખ પોતાના વીઆઇપી રોડ પરના સરકારી આવાસ પર બંનેને લઇ ગયો હતો અને જ્યાં આરોપી મનોજની ગેરહાજરીમાં સગીરા સૂઈ રહી હતી ત્યારે તેની બાજુમાં સૂઈ શારીરિક અડપલાં કરી ચુંબન કર્યું હતું. ત્યારે સગીરાએ બૂમાબૂમ કરી છતાં આરોપીએ ફરી છેડછાડ કરી હતી.

અન્ય આરોપીની દીકરી આવી જતા પીડિતા બચી
અન્ય આરોપી સચીન પારેખે પીડિતાની છેડતી કરતા તે રસોડા તરફ ભાગી હતી અને બૂમાબૂમ કરતાં આરોપીની નાની દીકરી ત્યાં આવી હતી. આ સમયે મુખ્ય આરોપી મનોજ રૂપિયા લેવા બહાર ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...