• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Attack Of 20 To 25 Anti social Elements In 5 To 6 Vehicles At JD Restaurant On Palsana Highway In Surat With Sticks, Pipes And Sharp Weapons

દાદાગીરી:સગીરાને લઈને આવેલા યુવકને રૂમ ન આપતા સુરતના પલસાણા હાઈવે પર આવેલી JD રેસ્ટોરન્ટમાં સશસ્ત્ર ટોળાનો હુમલો-તોડફોડ

સુરત4 મહિનો પહેલા
મોઢા પર રૂમાલ બાંધીને તમામ અસામાજિક તત્વો આવ્યા હતા.
  • ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે
  • JD રેસ્ટોરન્ટમાં કારમાં આવેલા 25થી વધુ અસામાજિક તત્વોનો આતંક
  • લાકડી, પાઇપ અને ધારદાર હથિયારો દ્વારા તોડફોડ

સુરતના પલસાણા હાઈવે પર આવેલી જે.ડી. રેસ્ટોરન્ટ કમ હોટલમાં ધોળે દિવસે 5થી 6 ગાડીમાં આવેલા 20થી 25 અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. લાકડી, પાઇપ અને ધારદાર હથિયારો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો સામે આવ્યા છે. જ્યારે રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે, સગીરાને લઈને આવેલા યુવકને રૂમ ન આપતા ઉશ્કેરાયેલો યુવક ટોળાને લઈને આવ્યો હતો અને તોડફોડ કરી હતી.

લક્ઝુરિયસ કારમાં અસામાજિક તત્વો આતંક મચાવવા પહોંચ્યા
પલસાણા હાઇવે પર જે.ડી. નામની રેસ્ટોરન્ટ કમ હોટલ આવેલી છે. રેસ્ટોરન્ટમાં અજાણ્યા અસામાજિક તત્વો ઘસી આવ્યા હતા. ફોર્ચ્યુનર જેવી 5થી 6 લક્ઝુરિયસ કારમાં આવેલા 20થી 25 અસામાજિક તત્વો પહોંચી ગયા હતા. લાકડી, પાઇપ અને ધારદાર હથિયારો દ્વારા આતંક મચાવી ભારે તોડફોડ કરી હતી.

લક્ઝુરિયસ કારમાં અસામાજિક તત્વો આવ્યા હતા.
લક્ઝુરિયસ કારમાં અસામાજિક તત્વો આવ્યા હતા.

સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો સામે આવ્યા
આ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે. હાઇવે પર આવેલ હોટલો કે રેસ્ટોરન્ટ પર આ રીતની અવારનવાર ઘટના બનતી હોય છે. રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી બધા અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.

લાકડી, પાઈપ અને ધારદાર હથિયારો સાથે અસામાજિક તત્વો આવ્યા હતા.
લાકડી, પાઈપ અને ધારદાર હથિયારો સાથે અસામાજિક તત્વો આવ્યા હતા.

સગીરાને લઈને આવેલા યુવકને રૂમ ન આપતા બબાલ સર્જાઈ હતી
જે.ડી. રેસ્ટોરન્ટના માલિક દિલીપ રાજપૂતે જણાવ્યું હતું કે, ધવલ અકબરી નામનો યુવાન રૂમ માટે આવ્યો હતો અને સાથે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી હતી. રૂમ આપવા બાબતે કાઉન્ટર પર કામ કરનારે કહ્યું હતું કે, 18 વર્ષથી નીચેની ઉંમરની છોકરી એલાઉડ નથી. ત્યારબાદ રૂમ નહીં આપો તો તમારી રેસ્ટોરન્ટ નહીં ચાલવા દેવાની ધમકી આપી હતી.

અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટ પર પથ્થરમારો પણ કર્યો હતો.
અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટ પર પથ્થરમારો પણ કર્યો હતો.

રેસ્ટોરન્ટના માલિકને બ્લેકમેઈલ કરી 5 લાખ પણ માગ્યા હતા
વધુમાં જણાવ્યું હતું કે, ધવલ અકબરી કામરેજ ખાતે રહે છે. 50 જેટલા લોકો તોડફોડ કરવા આવ્યા હતા. ઈનોવા અને ફોર્ચ્યુનર કાર હતી. પહેલા મને ખોટી રીતે ફોન કરી બ્લેકમેઈલ કરતા હતા. 5 લાખ રૂપિયાની પણ માંગણી કરી હતી. હાલ તો તોડફોડ સાથે કાઉન્ટરમાં જે રૂપિયા હતા તે લઈ ગયા છે. કામ કરનારાનો ચેઈન અને ત્રણ જેટલા મોબાઈલ પણ લૂંટી ગયા છે. આ ઘટનામાં એક છોકરાને હાથ પર અને એકને માથામાં ઈજા થઈ છે.

રેસ્ટોરન્ટના તમામ કાચ તોડી નાખ્યા હતા.
રેસ્ટોરન્ટના તમામ કાચ તોડી નાખ્યા હતા.