મુગલીસરા સ્થિત પાલિકા મુખ્યાલયની પાછળ આવેલી એંગ્લો ઉર્દુ સ્કુલમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું સોમવારે રસીકરણ નક્કી કરાયું હતું. જે અંગે સ્કૂલના 111 વિદ્યાર્થી જ્યારે 127 વિદ્યાર્થીનીઓની યાદી પણ તૈયાર કરી લેવાઇ હતી. જોકે સોમવારે 238 પૈકીના 20 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિ રજૂ થઇ હોવાથી રસીકરણ મંગળવાર પર લંબાવાયું હતું.
તમામ વાલીઓને કોલ કરી સંમતિ મેળવવામાં આવી રહી છેઃ આચાર્ય
એંગ્લો ઉર્દુ સ્કૂલના આચાર્ય નસરીન પઠાણે કહ્યું કે, વર્ગ પ્રમાણે સેશન પણ નક્કી હતાં. જોકે વાલીઓની સંમતિ ખુબ ઓછી હોવાથી વેક્સિનેશન સ્ટાફને મંગળવારે 10.30 વાગ્યે આવવા વિનંતી કરાઇ છે. તમામ ક્લાસ ટીચરને વાલીઓને કોલ કરી સંમતિ મેળવી લેવા સૂચના અપાઇ છે. આ પ્રક્રિયા પૂર્ણ કરી લઇ બાળકોનું રસીકરણ શરૂ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.