તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં ભાસ્કરનું રિયાલિટી ચેક:શહેરની 21માંથી 20 કોવિડ હોસ્પિટલે કહ્યું, ‘વેઇટિંગ છે, નામ લખાવી દો, બેડ ખાલી થશે તો કહીશું’

સુરત4 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
 • જાણીતી હોસ્પિટલોમાં દિવ્યભાસ્કરે દર્દીના સગા બની બેડની સ્થિતિ તપાસી

દિવ્યભાસ્કરે શહેરની 21 હોસ્પિટલમાં દર્દીના સ્વજન બનીને બેડની સ્થિતિ ચકાસી હતી; એમાંથી 20 હોસ્પિટલે એક જ જવાબ આપ્યો હતો કે અમારે ત્યાં બેડ ફુલ છે, એટલે 10થી 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ લિસ્ટ છે. હાલ તમે નામ લખાવી દો, બેડ ખાલી થશે એટલે સામેથી ફોન કરીશું.

એક બેડ ખાલી છે, પણ અમારી પાસે ઓક્સિજન નથી

કિરણ : અમારે ત્યાં તમામ બેડ ફુલ છે અને લાંબું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. દર્દીને દાખલ કરવા હોય તો બીજી હોસ્પિટલમાં તપાસ કરો.

યુનિટી : એકપણ વોર્ડમાં જગ્યા નથી. તમે બીજી હોસ્પિટલમાં દર્દીને ખસેડો. અમારે ત્યાં ક્યારે વારો આવશે એ કહી શકાય નહીં.

શેલ્બી : અમારી હોસ્પિટલમાં 10થી વધારેનું વેઇટિંગ ચાલે છે, એટલે તમે અત્યારે નામ લખાવી દો. બેડ ખાલી થશે ત્યારે ફોન કરીશું.

મૈત્રી : અત્યારે તો જગ્યા નથી, પરંતુ તમે નામ લખાવી શકો છો વારો આવશે એટલે તમને સામેથી જાણ કરીશું.

બેન્કર : અમારે ત્યાં એકપણ બેડ ખાલી નથી. તમારે દાખલ થવું હોય તો બીજી હોસ્પિટલમાં જઇને તપાસ કરી લો.

યુનિક : બેડના અભાવે 48 કલાકથી કોઇ નવાં એડમિશન થયાં નથી. હોસ્પિટલમાં જગ્યા જ નથી તો અમે પણ શું કરવાના?

BAPS : હાલ તો જગ્યા જ નથી. રોજ ઇન્ક્વાયરી કરતા રહેજો. બેડ મળશે તો તમને ચોક્કસ કહીશું કે દાખલ થઇ જાઓ.​​​​​​​

વિનસ : રૂપિયાનો કોઇ સવાલ જ નથી, તમામ બેડ ફુલ છે અને 25થી વધુ વેઇટિંગ છે. વ્યવસ્થા થશે તો તમને જાણ કરીશું.​​​​​​​

એપલ : અમારી હોસ્પિટલમાં 50થી ઉપર વેઇટિંગ ચાલી રહ્યું છે. દર્દીની હાલત વધારે ગંભીર હોય તો બીજી હોસ્પિટલમાં તપાસ કરો.​​​​​​​

નિર્મલ : કોરોના દર્દીઓ માટેના તમામ વોર્ડ ફુલ છે. તમે નંબર લખાવી જાઓ. કોઈ બેડ ખાલી થશે તો તમને કહીશું.

પ્રાણનાથ : હોસ્પિટલમાં જગ્યા જ નથી. તમને એક નંબર આપું છું; તેમની પર રોજ ફોન કરજો. કોઇ પેશન્ટને રજા મળશે તો બેડ મળશે.

આયુષ : 20 દર્દી પહેલેથી જ વેઇટિંગમાં છે. સ્થિતિ બહુ ખરાબ છે. તમે બીજી હોસ્પિટલમાં પ્રયત્ન કરો તો બેડ મળી જશે.

ટ્રાયસ્ટાર : કોરોનાના ઘણા દર્દી આવી રહ્યા છે. અમને ના કહેતા પણ સારું નથી લાગતું, પણ શું કરીએ અમારી પાસે બેડ જ નથી.​​​​​​​

જી.બી. વાઘાણી : બેડ તો નથી જ, સાથે ઓક્સિજનની પણ અછત છે, એટલે સિરિયસ દર્દીને દાખલ કરવાનો પ્રશ્ન જ નથી આવતો.

સનશાઇન : હોસ્પિટલમાં ICU ફુલ છે, વેન્ટિલેટર પણ ખાલી નથી. 40 દર્દી વેઇટિંગમાં છે. તમે જ બોલો શું કરીએ?

સંજીવની : મારી પાસે જગ્યા જ નથી તો હું શું કરું? અહીં પહેલેથી જ બેડ ફુલ છે અને દર્દીઓ પણ વેઇટિંગમાં છે, જગ્યા નહીં થાય.

ગિરીશ ગ્રુપ : બીજી હોસ્પિટલમાં તપાસ કરો. બેડ જ ખાલી નથી તો અમે શું કરીએ. તમામ બેડ ફુલ થઈ ગયાં છે.

શ્રી : બે-પાંચ દિવસ સુધી પણ બેડ ખાલી થાય એવું લાગતું નથી, એટલે તમે બીજી હોસ્પિટલમાં તપાસ કરી લો અને ત્યાં દાખલ થઇ જાઓ.

વેદાંત : 24માંથી 23 બેડ ફુલ થઈ ગયાં છે. એક જ બેડ ખાલી છે, પરંતુ અમારી પાસે ઓક્સિજન નથી અને 6 દર્દી ઓક્સિજન પર છે.

સિવિલ : કોવિડ હોસ્પિટલમાં બેડ ખાલી છે. દર્દીની હાલત મુજબ તેમને નક્કી કરેલા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો