• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 20 Crore Transactions In 2 Months From Hiradalal's GST Number In Katargam, Fraudulent Documents Obtained By Identifying Bank Employees

કૌભાંડ:કતારગામના હીરાદલાલના GST નંબરથી 2 મહિનામાં 20 કરોડના ટ્રાન્જેક્શન થયા, બેંક કર્મીની ઓળખ આપી ઠગે ડોક્યુમેન્ટ મેળવ્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. - Divya Bhaskar
પોલીસે આરોપીને ઝડપી પાડ્યો.
  • રિટર્ન ભરવા ગયા ત્યારે કૌભાંડ સામે આવ્યું

કતારગામના હીરાદલાલના નામે જીએસટી નંબર મેળવી ચીટર ટોળકીએ માત્ર 2 જ મહિનામાંં રૂપિયા 20 કરોડના ટ્રાન્જેકશન કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હીરાદલાલે રિટર્ન ભરવા માટે સીએ પાસે ફાઇલ આપી ત્યારે ‘એએ-24’ નંબરનું ઓનલાઇન ફોર્મ ભરી પાનકાર્ડનો નંબર નાખતા જીએસટી નંબર જોવા મળ્યો હતો. હીરાદલાલે જીએસટી નંબર લીધો ન હતો છતાં તેમના નામે 20 કરોડના ટ્રાન્જેકશન સામે આવ્યા છે. આથી હીરાદલાલ ભાવેશ ઘનજી ગાબાણીએ જીએસટી કમિશનરને સુરત અને અમદાવાદ ખાતે અરજી આપ્યા બાદ પોલીસ કમિશનરને પણ અરજી આપી હતી. હીરાદલાલ ભાવેશ ગાબાણીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે 4 મોબાઇલ નંબર અને 4 ઈમેલ આઈડીનો ઉપયોગ કરનારા સામે આઈટી એકટ અને ચીટિંગનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ આરોપીને ઝડપી પાડ્યો છે.

અરજીના આધારે પોલીસે તપાસ કરતા હીરાદલાલ ભાવેશ ગાબાણીનો જીએસટી નંબર ભાવનગરમાં જ બન્યો હોવાનું અને બેંક ખાતુ પણ ભાવનગરમાં જ હોવાનું જણાયું છે. વધુમાં હીરાદલાલે જણાવ્યું કે, અગાઉના વર્ષ 2004 પહેલા તેઓનું ભાવનગર ખાતે આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતુ હતું. આ ખાતુ બંધ કરાવવા સુરતમાં અનીશ નામના શખ્સનો કોલ આવ્યો અને પછી તેણે બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી મારા ઘરે પણ આવ્યો હતો. ઘરે આવી ફોર્મમાં મારી સહી કરાવી હતી. બાદમાં ડોક્યુમેન્ટોમાં આધારકાર્ડ, પાનકાર્ડ અને લાઇટબીલની ઝેરોક્ષ સાથે લઈ ગયો હતો.

આ ડોક્યુમેન્ટોનો ખોટી રીતે ઉપયોગ કરી ઠગ ટોળકીએ ગાબાણી એન્ટરપ્રાઈઝ અને નેશનલ એન્ટરપ્રાઈઝ નામની બે કંપનીઓમાં હીરાદલાલના નામે જીએસટી નંબર મેળવ્યો હતો. આ જીએસટી નંબર મેળવી ગાબાણી એન્ટરપ્રાઇઝમાં વર્ષ 2021ના ફેબુઆરી-માર્ચમાં માત્ર 2 જ મહિનામાં 20 કરોડના ટ્રાન્જેકશનો કર્યા હતા. હીરાદલાલ ભાવેશ ગાબાણીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે 4 મોબાઇલ નંબર અને 4 ઈમેલ આઈડીનો ઉપયોગ કરનારા સામે આઈટી એકટ અને ચીટિંગનો ગુનો દાખલ કર્યો છે.

અંગ્રેજીમાં સહી કરતા આવડતું ન હતું છતાં અંગ્રેજીમાં સહી હતી
ગાબાણી એન્ટરપ્રાઇઝમાં ટેક્સટાઇલનો વેપાર અને નેશનલ એન્ટરપ્રાઇઝમાં લોખંડ સ્ક્રેપનો ધંધો બતાવ્યો હતો. જીએસટી ઓફિસમાં હીરાદલાલે તપાસ કરાવતા જીએસટી માટે જે ફોર્મ અને ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા તેમાં હીરાદલાલની બોગસ સહી કરી હતી. હીરા દલાલના પિતાને અંગ્રેજીમાં સહી કરતા આવડતું ન હોવા છતાં અંગ્રેજીમાં સહી હતી.

અન્ય સમાચારો પણ છે...