તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:સુરતના સરભોણ ગામમાં મારૂ ગામ, કોરોનામુક્ત ગામ અંતર્ગત 20 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું

સુરત3 મહિનો પહેલા
સરભોણ સહિતના આસપાસના ગામના લોકો પણ સારવાર લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
  • કોવિડ કેર સેન્ટરમાં 24 કલાક ડોક્ટર ઉપલબ્ધ રહેશે

કોરોનાની બીજી લહેર ગામડાઓમાં ઘાતક બનતાં રાજ્ય સરકારે ગુજરાત સ્થાપના દિવસથી "મારૂ ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાન અમલી બનાવ્યું છે. આ અભિયાનને વધાવતાં બારડોલી તાલુકાના સરભોણના ગ્રામજનોએ ગામને કોરોનામુક્ત અને સુરક્ષિત રાખવાના સંકલ્પને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ગામમાં તમામ આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ 20 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવા સાથે ગ્રામજનોએ ફરજિયાત માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવા જેવી સરકારની તમામ ગાઇડલાઇનને પાળી બતાવી છે. સરભોણ ગામ અને આસપાસના નિણત, બાબલા, ભૂવાસણ ગ્રામ પંચાયત એમ ચાર ગામો દ્વારા સંયુક્ત રીતે રાધાગોવિંદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શરૂ કરવામાં આવેલા આ કોવિડ કેર સેન્ટરમાં 24 કલાક માટે ડોક્ટર ઉપલબ્ધ રહેશે.

ગામના વેપારીઓ પણ આ નિયમોનું કડકાઇથી પાલન કરી રહ્યા છે
ગામના વેપારીઓ પણ આ નિયમોનું કડકાઇથી પાલન કરી રહ્યા છે

ગામ લોકો નિયમો પાળે છે
સમરસ સરભોણ ગામના યુવા સરપંચ રક્ષાબેન રાઠોડ જણાવે છે કે, ગ્રામજનો બધા જ નિયમોનું પાલન કરે છે, તેમજ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી માટે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન જ ઘરની બહાર નીકળે છે. વેપારીઓ પણ આ નિયમોનું કડકાઇથી પાલન કરી રહ્યા છે. ગામમાં ઊભા કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં તબીબ સહિત દર્દીઓ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે દર્દીને એક એટેન્ડન્ટ પણ 24 કલાક મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગામમાં 20 બેડનું સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે.
ગામમાં 20 બેડનું સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે.

સમિતિ બનાવવામાં આવી છે
સરભોણ ગામમાં 10 સભ્યોની કોવિડ સમિતિ બનાવવામાં આવી છે, જે તમામ બાબતોનું યોગ્યપણે ધ્યાન રાખે છે, સાથે ગ્રામજનો પણ સ્વયંશિસ્ત અને કર્ફ્યુંનું પૂરેપૂરું પાલન કરી રહ્યા છે તેમ સરપંચ રક્ષાબેન રાઠોડ જણાવે છે. સરભોણ અને તેની આસપાસના ગામોમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સંશમની વટી, ગળોની ટેબ્લેટ સાથે ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. ગ્રામજનો પોતાની જવાબદારી સમજી બિનજરૂરી અવરજવર ટાળે છે. આ સાથે ઘરમાં જ રહી નિયમોનું પાલન કરી રહ્યા છે અને કોરોના સંક્રમણને પૂરી તકેદારી સાથે અટકાવી રહ્યા છે.