છેતરપિંડી:જોબવર્કમાં 99 લાખની ઠગાઈ કરનાર સલાબતપુરાના 2 ઝબ્બે

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદના ખાતેદારના 13.95 લાખ બાકી
  • અન્ય 6 સાથે 85 લાખની ઠગાઈ કરી હતી

એમ્બ્રોયડરી જોબવર્ક બાદ 7 ખાતેદારોને 99 લાખ નહીં ચૂકવી દુકાન બંધ કરીને નાસી જનારાને ઇકો સેલે ઝડપી પાડ્યા છે. સેલના સબ ઇન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈએ જણાવ્યું કે, વડોદ-ભીમરાડ રોડ પર પાયોનીયર ડ્રીમ્સમાં રહેતા પરેશ લાલવાળાનું ઉધના-મગદલ્લા રોડ ઉપર અેમ્બ્રોયડરી જોબવર્કનું ખાતું હતું. તેમની પાસેે દલાલ રીયાઝ પટેલ અને ઝુબેર આવ્યા હતા.

બંને દલાલોના માધ્યમથી આરોપી સુમિત પાટીલ અને ગોપાલ બૈરાગી( બંને. દુર્ગા ટેક્સટાઈલ) રહેવાસી (માલિની વાડી,રીંગરોડ)એ પરેશકુમાર પાસે જોબવર્ક કરાવી 13.95 લાખ ચૂકવ્યા ન હતા. બંને વેપારીઓએ અન્ય છ ખાતેદારોને પણ 85 લાખ રૂપિયા જોબવર્કની મજુરીના ચૂકવ્યા ન હતા. પરેશ લાલવાળાએ બંને દલાલ અને બંને વેપારીઓ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે બંને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...