કાર્યવાહી:VIP રોડ પર કર્ફ્યુના સમયે હોટેલ કર્મી પર 2 યુવકોનો ચપ્પુથી હુમલો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અગાઉની અદાવતમાં આરોપીઓએ હોટેલથી ઘરે જતા સમયે યુવકને પેટમાં ચપ્પુના ઘા ઝીંકી નાસી ગયા, બંને સામે ફરિયાદ

શહેરના વીઆઇપી રોડ પર મારવેલા કોમ્પ્લેક્ષ પાસે કર્ફ્યુના સમયે મોડીરાતે હોટેલના કર્મચારી પર જૂની અદાવતમાં 2 યુૂવકોેએ ચપ્પુના ઘા ઝીંકી નાસી ગયા હતા. યુવકે આ બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે શુભમ તિવારી નામના યુવક સહિત 2 જણા સામે ગુનો નોંધ્યો છે. આ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, મારવેલા કોમ્પલેક્ષમાં હોટેલમાં હેલ્પર તરીકે નોકરી કરતા 24 વર્ષીય શુભમ સુરેશ રાજવંશી બીજી તારીખે મોડીરાતે હોટેલ પરથી ઘરે જતો હતો.

આ દરમિયાન મારવેલા કોમ્પલેક્ષની પાસે પાછળથી 2 બદમાશોએ આવી તેને પેટમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. યુવક લોહીલુહાણ હાલતમાં જ ત્યાં ઢળી પડ્યો હતો. હોટેલ સ્ટાફે આ ઘટના અંગે યુવકના ભાઈને જાણ કરતાં તેનો ભાઈ ઘટના સ્થળે પહોંચી સુરેશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો.

અલથાણ રવિનગર ખાતે ભાડેથી રહેતા શુભમ રાજવંશીનો 31મી ડિસેમ્બરે પાડોશમાં રહેતા શુભમ તિવારી જોડે ઝઘડો થયો હતો. જેમાં શુભમ તિવારીએ દારૂના નશામાં યુવકને ટક્લો કહી ગાળો આપી હતી. આથી યુવકે શુભમ તિવારીને તમાચો ઠોકી દીધો હતો. જેનો બદલો લેવા માટે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, ઘટના અંગે યુવકની ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધ્યો હતો.

લિંબાયતમાં નિયાઝના પ્રસંગમાં પાણી ચાલુ કરવા કહેવા જતાં યુવક પર જીવલેણ હુમલો
સુરત : ‘હમારે યહાં પ્રોગામ હૈ ઔર પાની કી સખ્ત જરૂરત હૈ તો પાની ચાલુ કર દો’ આ બાબતે કહેવા જતા શાહરૂખ હમીદ શા ફકીર પર 4 જણાએ તિક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો. શાહરૂખ હમીદ શા ફકીરના ઘરે બીજી તારીખે સાંજે નીયાઝનો પ્રસંગમાં પાણી ખૂંટી ગયું હતું. આથી બાજુની બિલ્ડિંગમાં પાણી ચાલુ કરવા કહેતા તકરાર થઈ હતી લિંબાયત પોલીસમાં શાહરૂખ હમીદ શા ફકીરે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મુજજમીલ ઉર્ફે શાહરૂખ, સલીમ, બીલાલ અને એહમદ નામના શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...