તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંશોધન:સુરતના 2 યુવકોએ માત્ર 8 પૈસામાં એક લિટર પાણી શુદ્ધ કરતું વોટર પ્યૂરિફાયર 30 લાખના ખર્ચે બનાવ્યું

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરતના યુવકોએ બનાવેલ વોટર પ્યૂરિફાયર. - Divya Bhaskar
સુરતના યુવકોએ બનાવેલ વોટર પ્યૂરિફાયર.
 • GEC દ્વારા સ્ટાર્ટઅપને અત્યાર સુધી 21.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ અપાઈ ચૂકી છે
 • ડિવાઈસમાં મોબાઈલ સ્ક્રીનનો સોલર પેનલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે

જીટીયુ ઈનોવેશન સેન્ટર સુરત ખાતેના સ્ટાર્ટઅપકર્તા અભિમન્યુ અને વરદાન રાઠી દ્વારા વોટર પ્યૂરિફાયર મશીન “વરદાન” તૈયાર કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ દેશના દરેક વ્યક્તિને શુદ્ધ પીવાનું પાણી મળી શકે. જે 8 પૈસા પર લિટર પ્યુરીફાયર્ડ પાણી આપે છે. જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ દ્વારા આ સ્ટાર્ટઅપને અત્યાર સુધી 21.5 લાખ સુધીની ગ્રાન્ટ અપાઈ ચૂકી છે. આ વોટર પ્યૂરિફાયરની ખાસિયત એ છે કે તે કોઈ પણ પ્રકારના મેઇન્ટેનન્સ અને વિદ્યુત ઉપકરણોની મદદ વગર 10 વર્ષ સુધી 1.50 લાખ લિટર પાણીનું શુદ્ધિકરણ કરી શકે છે. 10 વર્ષ સુધી આ ડિવાઈસનો ઉપયોગ કરી શકાય છે. આ પ્યુરીફાયરની કિંમત રૂ.5500 છે.

રિસર્ચ : સ્ટાર્ટઅપ માટે 9 વર્ષ રિસર્ચ કર્યું
સસ્ટેનેબલ લાઈવલીહૂડ ઈનોશિએટીવ ઈન્ડિયા (એસએલઆઈઆઈ) અંતર્ગત ગરીબ માણસને પણ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે અમે આ સ્ટાર્ટઅપ તૈયાર કર્યું છે. જેના માટે 9 વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું. 11 પ્રયત્ન કર્યા પછી ડિવાઈસ તૈયાર કરાયું છે. અને આ માટે 30 લાખનો ખર્ચ થયો છે. યુનાઈટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (યુનિડો) દ્વારા પણ આ આરઓ મશીનને ઈન્ટરનેશનલ લેવલે મદદરૂપ થવાં માટે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. - અભિમન્યુ રાઠી

તસવીર: અભિમન્યુ રાઠી
તસવીર: અભિમન્યુ રાઠી

કામ: મેઇન્ટેનન્સ વિના 10 વર્ષ ચાલશે
ખાસ વિશેષતા એ છે કે, તે કોઈ પણ પ્રકારના મેઇન્ટેનન્સ અને વિદ્યુત ઉપકરણોની મદદ વગર 10 વર્ષ સુધી 1.50 લાખ લિટર પાણીનું શુદ્ધિકરણ કરી શકે છે. આર્થિક રીતે પરવડે તેવા ગ્રેફિનના મોલિકૂલ્સ અને ઈ-વેસ્ટ એવી મોબાઈલ સ્ક્રીનનો સોલર પેનલ તરીકે ઉપયોગ કરાયો છે. બેકટેરિયા અને વાયરસના નાશ માટે અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણોનો કારણે 1 કલાકમાં 40 લિટર પાણીનું શુદ્ધિકરણ કરી શકે છે. અન્ય આરઓની સરખામણીમાં આ મશીનમાં પાણીનો બગાડ નહીંવત પ્રમાણમાં છે. યુવી અને ગ્રેફિનના ઉપયોગથી હેવી મેટલ્સ અને હાનિકારક બૅક્ટેરિયા, વાયરસનું શુદ્ધિકરણ મહત્તમ પ્રમાણમાં થાય છે.

તસવીર: વરદાન રાઠી
તસવીર: વરદાન રાઠી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો