મહિધરપુરામાં કંસારા શેરીમાં વરાછાના સોનાના વેપારીને ચપ્પુ બતાવી 1.64 કરોડની લૂંટ કરવા મામલે પોલીસે અમરેલીના બે વોન્ટેડ આરોપીઓને અજમેર દરગાહથી ઝડપી પાડ્યા હતા.આ લૂંટકેસમાં અગાઉ લૂંટની ટીપ આપનાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. મહિધરપુરા પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ વરાછાના સોનાના વેપારી પાસેથી મહિધરપુરામાં ચપ્પુની અણીએ 1.64 કરોડ રોકડની લૂંટ કરાઇ હતી. આ કેસમાં વોન્ટેડ સમીર ચુડાસમાના ઘરેથી પોલીસે 54 લાખની રોકડ કબજે કરી હતી.
અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં 1.14 કરોડની રોકડ, 4 મોબાઇલ અને મોપેડ, ચપ્પુ સહિતનો મુદામાલ કબજે કર્યો છે. લૂંટના કાવતરામાં સામેલ અમરેલીના તૌસીફ જાકીર સૈયદ(રહે,ભવાની ચોક,અમરેલી) અને સમીર ફિરોજ ચુડાસમા (રહે, ટીટોડીવાડી, જામનગર) બંને લૂંટની ઘટના બાદ અજમેર નાસી છૂટ્યા હતા. હાલમાં આરોપી સૈયદ તૌસીફ કોરોના પોઝિટિવ આવ્યો છે. જયારે સમીર ચુડાસમાની અટક કરવામાં આવી છે. અગાઉ આ લૂંટમાં આરોપી મિતેશ દરબાર, રાજુ કુંવર અને શન્ની કંઠારીયાની ધરપકડ કરાઇ હતી. જેમાં આરોપી શન્ની પાસેથી 30 લાખ અને રાજુ કુંવર પાસેથી 29.60 લાખ રૂપિયા રોકડા કબજે લેવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.