તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસર:ખેડૂત આંદોલનને લીધે 2 ટ્રેન રદ અને 4 ટ્રેન શોર્ટ ટર્મિનેટ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને પગલે રેલવેના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે તો 2 ટ્રેનોને રદ કરવી પડી છે. તો 4 ટ્રેનોને શૉર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરીજીનેટ પણ કરવી પડી છે. 13મી તારીખની ડો.આંબેડકર નગર -શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશ્યલ ટ્રેન તેમજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-ડો.આંબેડકર નગર સ્પેશિયલ રદ કરવી પડી છે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર માટેની સ્પેશ્યલ ટ્રેન આવતા અને જતા બંને તરફ ફક્ત અંબાલા સુધી જ દોડશે અને ઉપડશે. બાંદ્રા ટર્મિનસ -અમૃતસર સ્પેશ્યલ ટ્રેન ફક્ત અંબાલા સુધી જ જશે અને વળતામાં અંબાલાથી જ ઉપડશે. આ ઉપરાંત બાંદ્રા ટર્મિનસ -જમ્મુતવી પાર્સલ સ્પેશ્યલ ટ્રેન પણ અંબાલા સુધી જ ઓપરેટ કરાશે.

ગુર્જર આંદોલનથી અસરગ્રસ્ત થયેલી 3 ટ્રેન નિયમિત થઇ
હઝરત નિઝામુદ્દીન -પુણે સ્પેશ્યલ ટ્રેન, હઝરત નિઝામુદ્દીન -અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન તેમજ બાંદ્રા ટર્મિનસ -અમૃતસર સ્પેશ્યલ ટ્રેન ફરી જૂના માર્ગથી દોડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો