તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની સંભાવના:આજે શહેરમાં 2થી 4 ઇંચ વરસાદની આગાહી

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યારસુધી શહેરમાં 19 ઇંચ વરસાદ પડી ગયો, ત્રણ દિવસ વરસાદની વકી

શહેરમાં આગામી 5 દિવસ દરમિયાન આકાશ સંપૂર્ણપણે વાદળછાયું રહેવાની સંભાવના છે. બુધવારે કૃષિ યુનિવર્સિટીએ આગાહી કરી છે કે શહેર-જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. શહેરમાં 2 ઇંચથી લઇ 4 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 15થી 18 જુલાઇ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્””ત કરવામાં આવી રહી છે.

આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન 32.4 ડિગ્રીથી લઇ 36.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.8થી 27.2 ડિગ્રી વચ્ચે રહેશે. દક્ષિણ પશ્ચિમ દિશાથી 14થી 16 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો 18.85 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જે ગત વર્ષની સરખામણીમાં 0.6 ઇંચ ઓછો છે.

અન્ય સમાચારો પણ છે...