સહકાર:જામનગરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિમાં સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા 2 હજાર ફૂડ પેકેટનું વિતરણ કરાયું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તારાજીનો ભોગ બનેલા જામનગર પંથકમાં ગુરૂકુળના સંતો અને વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. - Divya Bhaskar
તારાજીનો ભોગ બનેલા જામનગર પંથકમાં ગુરૂકુળના સંતો અને વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
  • ખીજડીયા, બાણુગર, અલૈયા, મોડા સહિતના ગામોમાં સેવાકીય કાર્યો કરાયા

જામનગર પંથકમાં બે દિવસથી મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લોકોના જાનમાલને પારાવાર નુકસાન થયું છે. કરિયાણું પલળી ગયું હોવાથી જમવાની પણ તકલીફો ઉભી થઈ છે. આવી સ્થિતિમાં સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થા દ્વારા જામનગર બાયપાસ ઉપર ઠેબા ચોકડી રેલ્વે ઓવરબ્રીજ પાસે આવેલ જામનગર ગુરુકુલથી 2 હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

લોકોને તેમના સ્થળે જઈને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યાં છે.
લોકોને તેમના સ્થળે જઈને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યાં છે.

વિદ્યાર્થીઓ અને સંતો જોડાયાં
મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા તથા સદ.મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી અને સુરત વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલનાધર્મવલ્લભદાસની સ્વામીના માર્ગદર્શન અનુસાર મંગળવાર તારીખ 14મી સવારે જ સંતો યુવાનો તેમજ વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ બનાવવાની સેવામાં જોડાયાં હતાં. તેઓએ ખીજડીયા, બાણુગર, અલૈયા, મોડા વગેરે ગામોમાં જરૂરિયાતમંદ લોકોને જાતે જઈને વિતરણ કર્યું હતું.

ગુરૂકુળના સંતો અને વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
ગુરૂકુળના સંતો અને વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

બૂંદી-ગાંઠિયાના ફૂડ પેકેટ બનાવાયા
પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર 500 કિલો બૂંદી તથા 250 કિલો ગાંઠીયાના 2000 પેકેટો બનાવ્યા હતા. જામનગર સ્વામિનારાયણ ગુરુકુલના મહંત ગોવિંદસ્વામી, વ્રજજીવનદાસ સ્વામી, ચિંતનપ્રિયદાસ સ્વામી, ન્યાલકરણ સ્વામી વગેરે સંતોએ મળીને ધ્રોળ વિસ્તારના ધારાસભ્ય રાધવજી ભાઈ પટેલ, ગુરુકુલ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જામનગરના ઉદ્યોગપતિ રામજી ભાઇ ગઢીયા, ગોપાલભાઇ પોકીયા તેમજ રાષ્ટ્રીય સેવક સંઘ તથા વિશ્વ હિન્દુ પરિષદના યુવાનોએ સાથે મળીને લોકોને સાથ સહકાર મળી રહે તે હેતુથી ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે.