તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનું સંક્રમણ:સુરતના ઉધનાની લિયો સનગ્રેસ સ્કૂલના ધોરણ 9ના બે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલ 7 દિવસ બંધ રાખવા નિર્ણય કરાયો

સુરત18 દિવસ પહેલા
લિયો સનગ્રેસ સ્કૂલમાં કોર્પોરેશન સતત ટેસ્ટિંગ કરી રહ્યું છે
  • શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડા વચ્ચે સ્કૂલના વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા
  • કોર્પોરેશન દ્વારા સ્કૂલમાં સતત ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી

સુરતમાં કોરોનાના કેસ ઓછા થયા બાદ સ્કૂલ-કોલેજો ધીમે ધીમે પૂર્વવત શરૂ થઈ રહી છે. ત્યારે ઉધનાની લિયો સનગ્રેસ સ્કૂલના ધોરણ-9ના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર અને વાલીની ચિંતામાં વધારો થયો છે. એટલું જ નહીં પણ 7 દિવસ માટે શાળા બંધ રાખવાનો શાળા સંચાલક દ્વારા નિર્ણય લેવાયો છે.

બે વિદ્યાર્થીને કોરોનાનું સંક્રમણ લાગતા આરોગ્ય વિભાગ હરકતમાં
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં આવેલી લિયો સનગ્રેસ સ્કૂલના ધોરણ 9ના બે વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાલિકા દ્વારા સ્કૂલમાં તે માટે સતત ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉધનાની સ્કૂલના ધોરણ 9માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એક તરફ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે ત્યારે સ્કૂલમાં ધોરણ 9ના બે વિદ્યાર્થી પોઝિટિવ આવતા પાલિકા તંત્ર ચોંકી ઉઠ્યું છે. સુરત મહાનગર પાલિકાએ તકેદારીના ભાગરૂપે સ્કૂલને સાત દિવસ માટે બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.

માત્ર 24 ટકા વાલીઓ જ બાળકોને સ્કૂલમાં મૂકવા મંજૂરી આપી છે
સરકાર દ્વારા સ્કૂલ શરૂ કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ પણ પ્રત્યક્ષ અભ્યાસ માટે તૈયાર થઈ રહ્યા છે. જોકે મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓમાં માંડ 24 ટકા વાલીઓએ પ્રત્યક્ષ શિક્ષણ માટે મંજૂરી આપી છે.

બે વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ લાગતા સ્કૂલ અઠવાડિયા માટે બંધ કરાઈ
બે વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ લાગતા સ્કૂલ અઠવાડિયા માટે બંધ કરાઈ

વાલીઓમાં ચિંતા વધી
દરમિયાન ઉધનાની સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના કેસ અનેક નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે, ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે.

શહેર-જિલ્લામાં 18 એક્ટિવ કેસ
ગત રોજ શહેરમાં કોરોનાના નવા 3 કેસ સામે આવ્યા હતા. જ્યારે જિલ્લામાં એક પણ નવો કેસ સામે આવ્યો ન હતો. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 1,43,563 કેસ સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,955 લોકોના કોરોનાને લીધે મોત થઈ ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધી 1,41,590 લોકોએ કોરોનાને માત આપી છે. ગત રોજ શહેરમાં 1 અને જિલ્લામાં 3 લોકો કોરોના મુક્ત બન્યા હતા. હાલ શહેર જિલ્લામાં 18 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...