ધરપકડ:શારજાહ ફ્લાઈટમાંથી 6 કરોડના હીરા અને 15 લાખના સોના સાથે 2 ઝડપાયા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એરપોર્ટ બન્યુ સ્મગલિંગનું સ્થળ, બંન્ને કોરોનાના ટેસ્ટ માટે મોકલ્યાં

કસ્ટમ અને ડીઆરઆઇ વિભાગે બુધવારની રાત્રે એરપોર્ટ પર શારજાહ ફલાઇટમાંથી રૂપિયા 15 લાખનું સોના સાથે એકની ધરપકડ કરી હતી અને આ જ ફલાઇટમાં શારજહા જઇ રહેલાં એક વ્યક્તિને છ કરોડના હીરા સાથે ઝડપી લેવાયો હતો. બંનેની અટક કરીને કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા. શુક્રવારના રોજ બંનેને કોર્ટમાં રજૂ કરવામા આવનાર છે. કસ્ટમ અને ડીઆરઆઇના સૂત્રોએ આપેલી માહિતી મુજબ બુધવારે શારજહાથી આવેલી ફલાઇટમાં તપાસમાં ગોલ્ડ મળ્યુંુ હતુ. ઓપરેશન એડિશનલ કમિશનર મનીષ કુમારે પાર પાડયુ હતુ.

એક મુસાફરે વધુ ગોલ્ડ પહેર્યું હતુ
ફલાઇટ આવતા જ અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતુ જેમાં એક મુસાફર નિયત મર્યાદા કરતા વધુ ગોલ્ડ પહેરેલો દેખાયો હતો. તેની પાસેથી 300 ગ્રામથી વધુ સોનુ મળી આવ્યુ હતુ. જેની કિંમત 14 થી 15 લાખ થતી હતી.

આજે કોર્ટમાં રજૂ કરાશે
​​​​​​​2 જણની અટક બાદ તેમના કોરોના ટેસ્ટ કરાવવામાં આવનાર હોય ગુરુવારના રોજ બંનેને કોર્ટમાં રજૂ કરાયા ન હતા. નોંધનીય છે કે,અગાઉ અનેકવાર કસ્ટમ એરપોર્ટ પરથી ગોલ્ડ મળી આવ્યુ છે પરંતુ માત્રા ઓછી હોવાથી મોટાભાગે ધરપકડ કરવામાં આવતી નથી. પરંતુ આ કેસમાં રકમ વધુ હોઈ તેથી ધરપકડ કરાઈ છે. ડાયમંડ ઓરિજિનલ છે કે સિન્થેટિકની તેની પણ તપાસ કારશે.

છ કરોડના હીરા બેગમાંથી મળ્યા
​​​​​​​આવનાર મુસાફરોના ચેકિંગ બાદ આ ફ્લાઇટ જઈ રહી હતી ત્યારે ચેકિંગ દરમિયાન એક મુસાફરના બેગમાંથી 6 કરોડના હીરા મળી આવ્યા હતા. અઢીથી 300 કેરેટના હીરા કસ્ટમ અધિકારીઓએ જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...