ધરપકડ:રાજધાની ટ્રેન અને ફ્લાઇટમાં દિલ્હીથી સુરત આવી સ્નેચિંગ કરતા 2 લૂંટારુ ઝબ્બે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
70 વર્ષીય સંતોકબેનના કાન ચીરી લટકણિયા લૂંટ્યા હતા. - Divya Bhaskar
70 વર્ષીય સંતોકબેનના કાન ચીરી લટકણિયા લૂંટ્યા હતા.
  • ગોડાદરામાં દોઢ માસ પૂર્વે વૃદ્ધાના લટકણિયા ખેંચી કાન ચીરી નાખ્યાં હતાં

ગોડાદરામાં બે ચેઇન સ્નેચરોએ દોઢેક માસ પહેલા 70 વર્ષના માજીના લટકણિયા ખેંચી કાન ચીરી નાખ્યા હતા. આ બંને સ્નેચરોને ક્રાઇમબ્રાંચે અમરોલી શાકમાર્કેટ પાસેથી ઝડપી પાડયા હતા. બંને સ્નેચર ચોરી કરવા દિલ્હીથી રાજધાની ટ્રેન અને ફલાઇટમાં સુરત આવતા હતા.

ચાર-પાંચ જેટલી ચોરી અંજામ આપ્યા બાદ સુરત કે અમદાવાદથી ફલાઇટમાં દિલ્હી પરત ફરી જતા. પકડાયેલા ભૂષણ ઉર્ફે આસીફ હલવાઈ(30) અને રિઝવાન શેખ(28)(બંને રહે, સ્વસ્તિકનગર,ચલથાણ,મૂળ રહે,યુપી)પાસેથી ઘરેણાં, ફોન મળી 1.66 લાખનો મુદામાલ કબજે કર્યો છે. શહેરમાં રૂમ ભાડે રાખી બાઇક પર સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા. બંને પાસેથી 4 ગુનાઓ ઉકેલાયા હતા.

અન્ય સમાચારો પણ છે...