ધરપકડ:MDના નશા માટે બાઈક ચોરતાં 2 શખ્સ ઝડપાયા

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને રીઢા આરોપી રાંદેર, વેસુ, અડાજણમાંથી MD ડ્રગ્સ પેડલરો પાસેથી લઈ નશો કરતા

ચોરીની બાઇકો વેચી તે રૂપિયાથી એમડીનો નશો કરતા બે રીઢા વાહનચોરોને ડીસીબીની ટીમે પકડી પાડયા છે. બન્ને વાહનચોરો રાંદેર, વેસુ અને અડાજણ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ પેડલરો પાસેથી લઈ નશો કરતા હતા. પકડાયેલા ચોરોમાં જીશાન ઉર્ફે રીક્કી મઝહર શેખ(32)(રહે,રજાચોક,ભીંડી બજાર,સચીન) અને સૈયદ ઐઝાજ સૈયદ નુરમોહમદ સૈયદ(21)(રહે,અનુકુલ નગર,ઉનપાટિયા) છે. બન્ને ચોરો પાસેથી 5 ચોરીની બાઇકો રૂ.95 હજારની કબજે કરી હતી. એમડીનો નશો કરી બન્ને ચોરો બાઇક પર ફરવા નીકળતા પછી પેટ્રોલ પુરુ થાય ત્યાં બાઇક બિનવારસી પણ મુકી દેતા હતા. પાંચ બાઇકોની ચોરીના ગુનાઓ ઉકેલાયા છે.

અગાઉ આરોપી જીશાન 8 વાહનચોરીમાં પકડાયો હતો અને પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો હતો. બંને આરોપી રીઢા ગુનેગાર છે. ડ્રગ્સના નશો કરી વાહન ચોરતા બે રીઢા આરોપીને પોલીસે ઝડપી લઈ વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. તેમજ પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...