ઠગાઈ:વરાછાના GN બ્રધર્સમાં 2 ભાગીદારે રફ હીરા બદલીને 4 કરોડની છેતરપિંડી કરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઊંચી કિંમતનો હીરાનો માલ 2 દલાલો વેચી આવતા હતા
  • પોલીસે​​​​​​​ 6 જણા સામે ગુનો નોંધ્યો, 4ની ધરપકડ કરી

વરાછામાં કિરણ બિલ્ડિંગમાં જી.એન.બ્રધર્સ હીરાની પેઢીમાં 2 ભાગીદારોએ 2 કર્મચારી અને 2 હીરાદલાલ સાથે મળી રફ હીરાના માલ બદલી નાખી કુલ 4 કરોડની ઠગાઈ કરી હતી. ભાગીદાર ઈશ્વરભાઈ ખુંટે ફરિયાદ આપતા વરાછા પોલીસે ભાગીદાર વિજય ઉર્ફે વી.ડી ધીરૂ બદરખીયા(રહે,મોટાવરાછા), જીગ્નેશ કાકડીયા (રહે, સરથાણા), કર્મીઓમાં ગૌતમ કાછડીયા(રહે,પુણાગામ), પ્રકાશ સોજીત્રા(રહે, સરથાણા) અને દલાલો ધીરૂ બદરખીયા(રહે,કતારગામ) અને બીપીન તળાવીયા(રહે,મોટા વરાછા)ની સામે ગુનો નોંધ્યો છે. 6 આરોપી પૈકી 4ની ધરપકડ કરાઈ છે.

વધુમાં હીરાની પેઢીમાં ઈશ્વરભાઈ ખુંટ સહિત 11 ભાગીદારો છે. ફક્ત કિરણ જેર્મ્સમાંથી રફ હીરા લાવી પ્રોસેસની કામગીરી કરી પરત હીરા જમા કરતા હતા. ભાંડો ફૂટી જતા ભાગીદારો અને કર્મીચારીને પૂછતાં વિજય બદરખીયા ઉર્ફે વી.ડી.એ એપ્રિલ-21 થી 31મી ઓકટોબર સુધીમાં હિસાબ પ્રમાણે 1.30 કરોડનું ચીટીંગ કર્યુ, જયારે બીજા ભાગીદાર જીગ્નેશ ઉર્ફે કે.કે પણ આ સમયમાં 40.35 લાખનું ચીટીંગ કર્યુ ઉપરાંત કંપનીમાં કામ કરતા ગૌતમ 56.47 લાખનું તેમજ પ્રકાશ ઉર્ફે પીએસએ 1.75 કરોડનું ચીટીંગ કર્યુ હતું. ઊંચી કિમતનો હીરાનો માલ ધીરૂ બદરખીયા અને બીપીન તળાવીયાને વેચવા માટે આપતા હતા.

2 કર્મચારી સાથે મળી માલ બદલી નાખતા
એપ્રિલ-21 થી અત્યાર સુધીમાં બન્ને ભાગીદારોએ બે કર્મચારીઓ સાથે મળી રફ હીરાનો ઊંચી કક્ષાનો માલ બદલી નાખી તેને બદલે હલકી કક્ષાનો માલ પ્રોસેસની કામગીરી કરી પરત કરી દેતા હતા. જે માલ જમા કરાવતા હતા તેમાં ફેરફાર આવતો હતો. જેથી અન્ય ભાગીદારોને શંકા ગઈ હતી. આથી ભાગીદારે તેના જ બે ભાગીદારો પર વોચ રાખી હતી. જેમાં દિવાળીના સમયે રફ હીરાના માલમાં ફેરફાર આવતા બન્ને ભાગીદારો અને બે કર્મચારીઓનો ભાંડો ફુટી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...