કૌભાંડ:બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ 2 આરોપીઓ જેલમાં, જવાબદાર CGST ખાતું ટેન્શનમાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 1200 કરોડ રૂપિયાના કૌભાંડમાં ઇકોસેલે 12 આરોપીઓની ધરપકડ કરી હતી

ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવેલા રૂપિયા 1200 કરોડના બોગસ બિલિંગ કાંડમાં આજે બે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં વધારાના રિમાન્ડની માગણી નહીં કરવામાં આવતા આરોપીને જેલ ભેગા કરાયા હતા. દરમિયાન જે પેઢીઓ મારફત કૌભાંડ આચરવામાં આવ્યુ છે તેમાં રજિસ્ટ્રેશનથી લઇને રિટર્ન ચેક કરવા સુધીની તમામ જવાબદારી સીજીએસટીના અધિકારીઓ્ની હોવાથી પ્રિવેન્ટિવ અને રેન્જના અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા છે.

બિલિંગ કાંડમાં પોલીસે કુલ 14 આરોપીઓ્ની ધરપકડ કરી હતી અને સુરતના બે આરોપીઓ સહિત કુલ ચારને મુખ્ય ભેજાબાજ ગણાવ્યા હતા. જેમાં બે આરોપી સલીમ રાવાણી અને આનંદ પરમારના ચાર દિવસના રિમાન્ડ ગુરુવારે પુરા થતા હોય બંનેને કોર્ટમાં રજૂ કરાય હતા. જેમાં બંનેને જેલમાં મોકલતો આદેશ કરાયો હતો.

સીજીએસટીના એક અધિકારીને ઉંચકી લેવાની ચર્યા

જે સાત થી આઠ પેઢીઓમાં બોગસ બિલિંગ આચરાયુ હોવાની ચર્ચા છે અને પોલીસ જેમાં જાતે ફરિયાદી બની છે તેવા આ કેસમાં માત્ર એક પેઢી એસજીએસટી હેઠળ નોંધાયેલી છે જ્યારે બાકીની સાત પેઢીઓ સીજીએસટીમાં નોંધાયેલી છે. આથી સીજીએસટીમાં આજે ભારે હલચલ જોવા મળી હતી. વાત એટલાં સુધી હતી કે એક અધિકારીને ઉંચકી પણ લેવાયો છે.

હવે જામીન અરજીઓની તૈયારી
14 આરોપીઓ જેલથી બહાર આવવા માટે જામીન અરજીઓ રજૂ કરશે, સંભવત: આગામી સપ્તાહથી તેની શરૂઆત કરાશે. અગાઉ અનેક કેસમાં જીએસટી વિભાગે સમયસર ચાર્જશીટ ફાઇલ ન કરી હોવાથી આરોપીઓને ડિફોલ્ટ બેઇલનો પણ લાભ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...