તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નોકરીના બહાને નાણાં પડાવનાર 2 દિલ્હીથી ઝડપાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડિંડોલીના યુવાને એપ પર નોકરી માટે બાયોડેટા નાખતા ઠગોએ ફોન કરી રૂપિયા પડાવ્યા હતા

ડિંડોલીના યુવકને નોકરી અપાવવાના બહાને તેની પાસેથી ૪.૨૦ લાખ રૂપિયા પડાવી લઈ રૂપિયા નોકરી ન આપી છેતરપિંડી કરનારા દિલ્હીથી ઝડપાયા છે. ડિંડોલી પીઆઇ એમ.એલ. સાલુંકેએ જણાવ્યું હતું કે નવાગામ-ડિંડોલીના રાકેશ પાટીલે એક એપ પર નોકરી માટે બાયોડેટા મૂકતા સપ્ટેમ્બર 2020માં સિયા વર્મા નામની મહિલાનો ફોન આવ્યો હતો.

તેણે રાકેશનું ખાનગી કંપનીમાં સિલેક્શન થયાનું જણાવી ફી ભરવાનું કહ્યું હતું. ત્યાર બાદ રાકેશ પાસે અલગ-અલગ ચાર્જીસ પેટે 4.20 લાખ જમા કરાવી નોકરી અપાવી ન હતી. રાકેશે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં આરોપીઓ દિલ્હી હોવાનું ખુલ્યું હતું.

ડિંડોલી PSI વી.એમ. મકવાણાની આગેવાનીમાં એક ટીમ દિલ્હી જઇ આરોપીઓ ભરત કિશનલાલ ભુર્જા( સક્સેના) અને ધર્મેન્દ્ર રામબરન શાહુ ( બંને રહે. મુકુંદપુર દિલ્હી)ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લેપટોપ, તથા 26500 રૂપિયા કબજે કર્યા છે. ઠગ ટોળકીના અન્ય સાગરીતોની શોધખોળ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...