તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુળેટીએ મોત નોતર્યું:સુરતના ચલથાણ ગામમાં નવા બનાવાયેલા તળાવમાં નાહવા પડેલા 2 સગીરનાં મોત,ફાયરબ્રિગેડ એક કલાકે આવી

સુરત2 મહિનો પહેલા
સત્યમ માલી અને સૌરભ રોય બંને તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
  • સત્યમ માલી અને સૌરભ રોય નામના સગીરનાં મોત
  • ફાયરબ્રિગેડે બન્ને સગીરની બે કલાકની જહેમત બાદ લાશ બહાર કાઢી

સુરતના ચલથાણની 5 વીઘા સરકારી જમીન પર નવા બનાવાયેલા તળાવમાં ધુળેટીના દિવસે નાહવા પડેલા બાજુના ગામના 2 પરપ્રાંતીય સગીરો ડૂબી ગયા હતા. ત્યાર બાદ સત્યમ માલી અને સૌરભ રોય નામના બન્ને સગીરનાં મોત થયાં હતાં. ફાયર કોલ બાદ મોડે મોડે એક કલાક બાદ પહોંચેલી ફાયરબ્રિગેડે બન્ને સગીરની બે કલાકની જહેમત બાદ લાશ બહાર કાઢી હતી. ત્યાર બાદ બન્ને સગીરના મૃતદેહને ચલથાણની ખાનગી હોસ્પિટલમાં કોલ્ડસ્ટોરેજના રાખવામાં આવ્યા હતા.

વ્હેણ ફૂટવાને કારણે તળાવમાં 10 ફૂટ પાણી ભરાઈ ગયું હતું
આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના ચલથાણ ગામે બ્લોક નંબર 93વાળી સરકારી જમીન પર આજ વર્ષે 5 વીઘા જેટલી જગ્યા પર તળાવ ખોદવામાં આવ્યું હતું. જેમાં તળાવ ખોદકામ દરમિયાન વ્હેણ ફૂટવાને કારણે તળાવમાં 10 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું.

સોમવારના રોજ ધુળેટી નિમિત્તે બાજુમાં આવેલા તાંતીથૈયા ગામની મનમંદિર સોસાયટીમાં રહેતાં પાંચ પરપ્રાંતીય સગીરો એવા ક્રિષ્ના શ્રીભુવન ગુપ્તા (ઉં.વ 17 રહે., બાલાજી ગ્રીન સિટી કડોદરા), સચિન રામચરણ સિંહ(ઉં.વ.17, બાલાજી ગ્રીન સિટી, કડોદરા, સત્યમ માલી( ઉં.વ.17 રહે., પ્રિયકા ગ્રિન સિટી, કડોદરા) સૌરભ રોય (ઉં.વ 17 રહે., રાજમંદિર તાંતીથૈયા) તેમજ અન્ય એક સગીર મળીને 5 સગીરો તળાવમાં નાહવા પડ્યા હતા. જે પૈકી સત્યમ માલી અને સૌરભ રોય બંને તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

પલસાણા તાલુકાના ચલથાણ ગામે બ્લોક નંબર 93વાળી સરકારી જમીન પર આજ વર્ષે 5 વીઘા જેટલી જગ્યા પર તળાવ બન્યું હતું.
પલસાણા તાલુકાના ચલથાણ ગામે બ્લોક નંબર 93વાળી સરકારી જમીન પર આજ વર્ષે 5 વીઘા જેટલી જગ્યા પર તળાવ બન્યું હતું.

સાથે ગયેલા અન્ય ત્રણ સગીરે બૂમાબૂમ કરી
બન્ને સગીરને ડૂબતા જોઈને બાકીના ત્રણેય સગીર કિનારે આવી બૂમાબૂમ કરતાં ચલથાણ ગ્રામજનોને ઘટનાની જાણ થઈ હતી. ત્યાર બાદ ફાયરને જાણ કરવામાં આવતાં કોલના 1 કલાક બાદ ફાયર ઘટના સ્થળે આવી હતી અને બે કલાકની જહેમત બાદ બન્ને સગીરના મૃતદેહને બહાર કાઢ્યા હતા. કડોદરા પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી બને સગીરના મૃતદેહનો કબજો લઈ ચલથાણ ખાતે સંજીવની હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજના રાખવામાં આવ્યા હતા કડોદરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કોન્ટ્રેક્ટર અને પંચાયતની મિલીભગતે બે સગીરનો ભોગ લીધો
તળાવના કોન્ટ્રેક્ટ વખતે પંચાયત અને કોન્ટ્રેક્ટર વચ્ચે લેખિતમાં બાંયધરી આપવામાં આવી હતી કે તળાવની ફરતે ફેન્સિંગ કરી બ્લોક બેસાડવામાં આવશે. તેમજ બે ઓવારા બનાવવામાં આવશે. જોકે કોન્ટ્રેક્ટરની માટી ખોદકામની રોયલ્ટી પૂરી થઈ જતાં કોન્ટ્રેક્ટર રાતોરાત કામ બંધ કરી ભાગી છૂટ્યો હતો.

આ અંગે પંચાયતને જાણ પંચાયત અને કોન્ટ્રાક્ટર વચ્ચે થયેલી વાતચીતમાં માત્ર બે દિવસમાં કામ શરૂ કરી દેવામાં આવશે તેવી હૈયાધારણા આપી સંપૂર્ણ મામલો સમેટી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદના એક મહિનામાં જ આ ગોઝારો બનાવ બન્યો હતો. આમ કોન્ટ્રાક્ટર અને પંચાયતની મિલીભગતે બે સગીરનો ભોગ લીધો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો