ચીટીંગ:2 વેપારીબધું ઓએ 2 દલાલ સાથે મળી વેપારીનો 1 કરોડનો માલ ઓહ્યા કર્યો

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

રિંગરોડની મિલેનીયમ માર્કેટમાં કાપડનો ધંધો કરતા 2 સગા ભાઈઓએ કાપડના 2 દલાલ સાથે મળી 1.07 કરોડનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લઈ નાણા ઓહયા કરી જતા મામલો સલાબતપુરા પોલીસમાં પહોંચ્યો છે. કાપડના વેપારી સમીર પટેલે સલાબતપુરા પોલીસમાં આપેલી ફરિયાદના આધારે પોલીસે દલાલ સુરજીત પાનસુરીયા, પંકજ રાઠી, ઉત્સવ સારીઝના ઓર્થોરાઇઝ પર્સન અને વર્કીગ ભાગીદાર અમીત જૈન અને મિલેનીયમ માર્કેટના વેપારી યતીન જૈન(રહે,ન્યુ કોસાડ રોડ) ની સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.

અમીત અને યતીન બન્ને સગાભાઈઓ છે. બન્ને વેપારીઓએ શરૂઆતમાં ગ્રે-કાપડનો માલ દલાલ હસ્તક લઈ વાયદા પ્રમાણે નાણા ચૂકવ્યા હતા. બાદમાં એપ્રિલ-18 થી નવેમ્બર-22 સુધીમાં બન્ને દલાલો મારફતે બન્ને વેપારીભાઈઓએ 1.07 કરોડનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લઈ 45 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કરી બાદમાં હાથ ઊંચા કરી દીધા હતા. આથી કાપડના વેપારીએ સલાબતપુરામાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...