તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મુગલીસરામાં યુકોના ATMનું પાસવર્ડ બદલી 2 લાખની ચોરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચોરી કરવા ચોરોની નવી કિમીયાગિરી

એટીએમ મશીન સાથે છેડછાડ કરીને કેશ ટ્રેનું ઇ-લોકનું પાસવર્ડ બદલીને કેશ ટ્રેમાંથી રોકડ રકમ ચોરી કરવાની ઘટના સામે આવી છે. આ પ્રકારે ચોરીનો સુરતમાં પહેલો કિસ્સો છે.કુલ 1.87 લાખ રૂપિયા ચોરી કરી ચોર નાસી ગયો હતો. લાલગેટ પોલીસના જણાવ્યા અનુસાર મુગલીસરામાં યુકો બેંક છે અને બેંકથી 200 મીટરના આઇપી મિશન સ્કૂલની પાસે મોમ્બાસા હાઉસમાં બેંકનું એટીએમ મશીન મુક્યું છે. તા. 9મી ઓગષ્ટના રોજ બેંક કર્મચારીએ ઓનલાઇન ડેટા ચેક કરતા એટીએમ મશીન બંધ હતુ.

મશીનના રિપેરીંગ માટે ઇજનેરને આવતા મશીનના હાર્ડડિસ્કમાં ખામી જણાઈ હતી.જૂની હાર્ડડિસ્ક કાઢીને તેને તપાસ માટે ચેન્નાઈ મોકલી આપી હતી. બેંકના કર્મચારીએ મશીનમાંથી કેશ ટ્રે કાઢવા માટે પાસવર્ડ નાંખ્યો હતો પરંતુ તે ખોટો બતાવ્યો હતો. કેશ ટ્રે ન ખુલતા બેંક કર્મચારીની હાજરીમાં જ કેશ ટ્રેનો દરવાજો તોડવામાં આવ્યો હતો ત્યારે ત્યારે જણાયું કે મશીનમાંથી 1.87 લાખ રૂપિયા ચોરાઈ ગયા છે. પહેલા મશીનમાં રૂા. 6.66 લાખ જમા કરાવ્યા હતા.

હવે મશીનમાં માત્ર રૂા. 4.79 લાખ મળ્યા હતા.સીસીટીવી કેમેરા ચેક કરતા એક યુવકે લાકડીથી કેમેરામાં છેડછાડ કરી હતી.જે હાર્ડ ડિસ્ક તપાસ માટે ચેન્નાઈ મોકલી અપાઈ હતી તેનો રિપોર્ટ આવ્યો હતો. તેમાં જણાયું કે અજાણ્યાએ એટીએમ કેશ ટ્રેનો ઇ-લોકનું પાસવર્ડ કોઈ રીતે બદલીને રૂપિયા કાઢી નાખ્યા હતા. યુકો બેંકના મેનેજર શ્રી હરી પારગાંવકરે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...