સાંજે 4 રાત્રે 9 સુધી રોડ જામ:હુનર હાટમાં 2 લાખ લોકોએ મુલાકાત લીધી, 3 કરોડનો બિઝનેસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 દિવસમાં 10 લાખ મુલાકાતી આવ્યા, રૂ. 20 કરોડનો ધંધો
  • અત્યાર સુધી અમદાવાદ, દિલ્હી સહિતના 34 શહેરોમાં યોજાયેલા હાટમાં સૌથી વધુ મુલાકાતી સુરતમાં નોંધાયા

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે લઘુમતિ મંત્રાલય આયોજિત હુનર હાટમાં રવિવારે 2 લાખ લોકોએ મુલાકાત લીધી હતી, જેને કારણે હાટના આયોજકોને 3 કરોડથી વધુનો બિઝનેસ થયો હતો. ઉપરાંત સાંજે 4થી રાત્રે 9 સુધી રોડ પર સતત ટ્રાફિકજામ થતો રહ્યો હતો.

હુનર હાટમાં 2 લાખથી વધુ લોકોએ મુલાકાત લેતાં સ્થળ પર જાણે કીડિયારું જામ્યું હતું.
હુનર હાટમાં 2 લાખથી વધુ લોકોએ મુલાકાત લેતાં સ્થળ પર જાણે કીડિયારું જામ્યું હતું.

છેલ્લા 9 દિવસમાં 10 લાખથી વધારે લોકોએ હાટની મુલાકાત લેતાં 20 કરોડથી વધારેનો બિઝનેસ થયો છે. આ અગાઉ અમદાવાદ, દિલ્હી, મુંબઈ, લખનઉ સહિત 33 શહેરોમાં આ પ્રકારના હુનર હાટ કાર્યક્રમનું આયોજન થઈ ચૂક્યું છે. જો કે, સુરતમાં સૌથી વધારે મુલાકાતીઓ નોંધાયા છે અને સૌથી વધારે બિઝનેસ પણ અહીં જ થયો હોવાની માહિતી મળી છે.

તમામ પાર્કિંગો ફુલ થઈ ગયાં
રજા હોવાથી સુરતીઓ હાટમાં ઉપડ્યા હતાં. જેથી તમામ પાર્કિંગો ફૂલ થઈ ગયા હતાં. લોકોએ ગાંધી કોલેજના રોડ પર, સ્નેહમિલન ગાર્ડનથી માંડીને અઠવા ચોપાટી સુધી વાહનો પાર્ક કરીને ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...