તિરંગાયાત્રા:ડુમસ રોડ પર આજે 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા : 15 હજાર લોકો જોડાશે

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી સીએમ પણ યાત્રામાં જોડાશે
  • મુખ્યમંત્રી અને લોકો ફક્ત ડિજિટલ પેમેન્ટ કરી રાષ્ટ્ર ધ્વજની ખરીદી કરશે

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીપલોદ ખાતે સવારે ૯.૩૦ વાગ્યે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આયોજિત ‘તિરંગા પદયાત્રા’ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવશે. તેઓ લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી બે કિલોમીટરની ‘તિરંગા પદયાત્રા’ ખાતેથી તિરંગા યાત્રામાં જોડાશે. મુખ્યમંત્રીની સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદ-ધારાસભ્યઓ અને પદાધિકારી, પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ રાખી જનતાનું અભિવાદન કરશે.

પદયાત્રાના રૂટ પર વિવિધ સાંસ્કૃત્તિક ગ્રુપો દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને આવકારશે. બાળકો, યુવાનો સહિત શહેરીજનો જોડાશે. રૂટમાં મુખ્યમંત્રી જાહેર જનતાનું અભિવાદન કરશે સામે પક્ષે રસ્તાની બન્ને બાજુ હજારો-યુવાનો-નાગરિકો પણ હાથમાં તિરંગા સાથે મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. આમ પરસ્પર દેશભકિતનો માહોલ ઉભો થશે.

તિરંગા યાત્રામાં શહેરમાં રહેતા દેશના અન્ય પ્રદેશોના નાગરિકો-પોતાના પારંપારિક પોષાક સાથે અને ગીત-સંગીત નૃત્ય સાથે જોડાશે. વિદેશી વિદ્યાર્થીઓ અને સુરત શહેરની વિવિધ સંસ્થાઓ પણ સહભાગી બનશે. મુખ્યમંત્રી‘હર ઘર તિરંગા’ ગીતનું લોન્ચિંગ પણ કરશે. મુખ્યમંત્રી અને મહાનુભાવો-પદાધિકારીઓ યાત્રાપ્રારંભ સ્થળેથી ડિજીટલ પેમેન્ટ કરી રાષ્ટ્ર ધ્વજ ખરીદકેન્દ્ર ઉપરથી ધ્વજ ખરીદશે. જેના માટે વિતરણ બુથ પણ બનાવવામાં આવ્યા છે.

આજથી 416 સ્થળોથી તિરંગાનું વેચાણ શરૂ થશે
સુરત: મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડ ઓફિસો, નાગરિક સુવિધા કેન્દ્રો, ફાયર સ્ટેશનો, સ્વિમીંગ પુલો, પ્રા.શાળા, સુમન શાળા, લાયબ્રેરી તથા નક્કી કરેલા ગાર્ડન તેમજ BRTS સ્ટેશનો સહિત કુલ 416 સ્થળો ખાતેથી તિંરગાના વેચાણ બુથોની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...