વેધર:આખો દિવસ ઝરમર સાથે 2 ઇંચ વરસાદ: પારો 2.4 ડિગ્રી ગગડ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • વાતાવરણમાં ઠંડક, મહત્તમ-લઘુત્તમ વચ્ચે 2.6 જ ડિગ્રીનું અંતર

શહેરમાં સોમવારે 2 ઇંચ અને જિલ્લામાં 0.5થી 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. દિવસભર વરસાદી માહોલથી મહત્તમ તાપમાનમાં 2.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. શહેરમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શહેરનો સિઝનનો કુલ વરસાદ 18.50 ઇંચ થયો છે. શહેરનું મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી અને લઘુત્તમ 26 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ઠંડક હોવાથી મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે માત્ર 2.6 ડિગ્રીનું જ અંતર રહ્યું હતું.

ઉકાઇ ડેમની સપાટી 315.54 ફૂટે પહોંચી
ઉકાઇ ડેમમાં પાણીની આવક અને જાવક 1 હજાર ક્યુસેક છે. જેના કારણે ડેમની સપાટી 315.54 ફૂટે સ્થિર છે. જ્યારે વિયર કમ કોઝવેની સપાટીમાં સામન્ય ઘટાડો નોંધાયો છે. કોઝવેની સપાટી 5.59 મીટર નોંધાઇ છે. નોંધનીય છે કે, ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ અને કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે.

અન્ય સમાચારો પણ છે...