મેઘાની તોફાની બેટિંગ:સુરતના કામરેજમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા અને સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાયા

સુરત2 મહિનો પહેલા
કામરેજ ગામમાં પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાયા. - Divya Bhaskar
કામરેજ ગામમાં પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાયા.
  • સુરત શહેર સહિત જિલ્લામાં સવારથી વરસાદ પડી રહ્યો છે

સુરત જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ ચાલી રહી છે. સુરત જિલ્લાના કામરેજમાં સવારથી અત્યાર સુધીમાં 2.5 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે કામરેજની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે કામરેજ ગામમાંથી પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામોન કરવાનો વારો આવ્યો છે.

સોસાયટીઓમાં પાણી ભરાયા.
સોસાયટીઓમાં પાણી ભરાયા.

સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામરેજમાં પડ્યો
સુરત સહિત જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સમાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે આજે સવારથી સુરત જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેમાં 3 મિમિથી લઈને 65 મિમિ સુધી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ કામરેજમાં 2.5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

પાણી ભરાતા વાહનો ફસાઈ ગયા.
પાણી ભરાતા વાહનો ફસાઈ ગયા.

પાણી ભરાવાથી વાહનચાલકોને મુશ્કેલી
કામરેજમાં 2.5 ઈંચથી વધુ વરસાદના પગલે રસ્તાઓ અને કેટલીક સોસાયટીઓમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. કામરેજ ગામમાં પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામમો કરવા પડ્યો હતો. જ્યારે કેટલાક વાહનો બંધ પણ પડી ગયા હતા.

પાણી ભરાવાના કારણે વાહનોની લાંબી લાઈન લાગી.
પાણી ભરાવાના કારણે વાહનોની લાંબી લાઈન લાગી.

સુરત જિલ્લાનો તાલુકા પ્રમાણે વરસાદ

તાલુકોવરસાદ(મિમિ)
બારડોલી11
કામરેજ65
મહુવા10
ઓલપાડ4
પલસાણા32
સુરત3
વાલોડ9

​​​​​​

પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સમાનો કરવો પડ્યો.
પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સમાનો કરવો પડ્યો.