તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોર્ટસર્કિટ થતા દોડધામ:સિવિલમાં 2 કલાક વીજળી ડુલ, OPD અંધારામાં ચાલી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે શોર્ટસર્કિટ થતા દોડધામ મચી
  • તબીબોએ ફોનની ટોર્ચથી સારવાર કરી

નવી સિવિલ હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે બે કલાક સુધી વીજળી ડુલ થઈ ગઈ હતી. જેને પગલે ઓપીડીમાં ડોક્ટરોને મોબાઇલની ટોર્ચ દ્વારા દર્દીઓને તપાસવાની નોબત આવી હતી. વીજળી ડુલ થવાથી કમ્પ્યુટર પર થતાં કામકાજને અસર થઈ હતી. ઘણા દર્દીઓએ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું.

બુધવારે સવારે નવી સિવિલમાં શોર્ટસર્કિટને લીધે અચાનક પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો. વીજળી ડુલ થવાથી સર્જરીની ઓપીડી, ડેન્ટલ, મેડિસિન અને હોમોફિલિયા સહિતની ઓપીડીમાં એકાએક અંધારું થઈ ગયું હતું. ઓપીડીના કર્મચારીઓ દ્વારા મોબાઈલની ટોર્ચ ચાલુ રાખીને દર્દીઓના કેસ પેપરની નોંધણી રજીસ્ટરમાં કરવામાં આવી હતી. જોકે અચાનક વીજળી ડૂલ થવાથી દર્દીઓમાં પણ ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. બે કલાક સુધી વીજળી ન હોવા છતાં સિવિલના તંત્ર વાહકો દ્વારા વૈકલ્પિક કોઈપણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના કારણે દર્દીઓ અને તબીબોએ હેરાન થવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...