તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 2 Forms Drawn From Mandvi Against MP Prabhu Vasava, 1 Form Drawn From Surat Seat, Sudiko Bank Starts Pulling Forms In Elections

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:MP પ્રભુ વસાવા સામે માંડવીથી 2, સુરત બેઠકથી 1 ફોર્મ ખેંચાયું, સુડિકો બેંકની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનું શરૂ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક (સુડિકો)ની તા.28મી જાન્યુઆરીએ ચૂંટણી યોજાનારી છે. મંગળવારે પ્રાંત અધિકારી એવા ચૂંટણી ઓફિસરે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં બારડોલી, વાલોડ, ચોર્યાસી અને વ્યક્તિગત બેઠક બિનહરીફ થઈ છે. જ્યારે 14 બેઠકો પર ચૂંટણી થશે. બુધવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાના પ્રથમ દિવસે જ કુલ 3 ઉમેદવારોએ ફોર્મ પરત મેળવી લીધા છે. જેમાં માંડવીના 2 અને સુરત સિટી પર 1 ફોર્મ ખેંચાયું છે.

સહકારી સેક્ટરની મોટી સંસ્થા ગણાતી ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકની ચૂંટણીમાં પણ સુમુલની જેમ રસાકસી જોવા ‌મળે તેવી સ્થિતિનું સર્જન મંગળવારે ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પરથી ફલિત થાય છે. 13મી જાન્યુ.એ ઉમેદવારી ફોર્મ ખેંચવાના પ્રથમ દિવસે જ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત મેળવ્યા છે. માંડવી બેઠકથી ભાજપ પ્રેરિત પેનલમાંથી ચૂંટણી લડી રહેલા સાંસદ પ્રભુ વસાવા સામે 4 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

માંડવીમાં માજી મેનેજરના ટેકામાં ફોર્મ ખેંચ્યું
માંડવીના ઉમેદવાર રવજી ચૌધરી અને કિશોર પટેલે ઉમેદવારી ફોર્મ સાંસદ પ્રભુ વસાવા સામે દાવેદારી કરનારા બેંકના માજી મેનેજર નરેન્દ્ર સિંહ મહીડાની ટેકેદારીમાં ખેંચ્યું છે. માંડવીના 20 પૈકી 11એ પણ બેંકના માજી મેનેજરને ટેકો જાહેર કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser