ધરપકડ:પાલિકાના 2 કર્મચારી મોટા વરાછા વોર્ડ ઓફિસ પાસેથી દારૂના નશામાં ઝડપાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકા કર્મચારી ઉમેશ અને દિનેશ - Divya Bhaskar
પાલિકા કર્મચારી ઉમેશ અને દિનેશ
  • AAPના કાર્યકરોએ SSI- હેલ્થ વર્કરને પકડી પોલીસને સોંપ્યા
  • પાલિકામાં બંને કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવે છે

મોટાવરાછા વોર્ડ ઓફિસ પાસેથી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરત મહાનગર પાલિકાના 2 કર્મચારીઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપીને પોલીસને સોંપ્યા હતા. મોટાવરાછા એબીસી સર્કલ ખાતે પાલિકાની વોર્ડ નં 2ની ઓફિસ આવેલી છે. આ ઓફિસ ખાતે આમ આદમી પાર્ટીના વોર્ડ નં 2ના પ્રમુખ ભરત વિરપરા તેમજ સંગઠન મંત્રી ધનશ્યામ નાવડિયા તેમજ રોહિત સુતરીયાએ વિઝિટ લીધી હતી. વિઝિટ દરમિયાન વોર્ડ ઓફિસની પાસેથી પાલિકાના પ્રાયમરી હેલ્થ વર્કર ઉમેશ પટેલ અને સેનેટરી સબ ઇન્સપેકટર (એસ.એસ.આઇ) દિનેશ ગુર્જર દારૂ પીધેલી હાલતમાં મળ્યા હતા. જેથી આપના કાર્યકરોએ તત્કાલ 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી.

પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંનેના સેમ્પલ લેવડાવ્યા છે. સેમ્પલના રિપોર્ટ બાદ દારૂ પીધો છે કે નહીં?તે બહાર આવશે. આ મામલે પોલીસે પાલિકાના સંબંધિત વિભાગને જાણ કરી છે. બંને પાલિકામાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવે છે. પોલીસની કાર્યવાહી બાદ પાલિકા બંને સામે નિયમાનુસાર કાર્યવાહી કરશે. નોંધનીય છે કે, દારૂના નશામાં બંને કર્મચારીનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો. જેમાં બંને લથડયા ખાતા નજરે પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...