જાહેરાત:ડાયમંડના ટ્રેડિંગ પર 2 ટકા ડ્યુટી માફ કરાશે, સુરતને જ ટેક્સટાઈલ પાર્ક મળે એવું અમે ઈચ્છીએ છે: પિયુષ ગોયલ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બરે યોજેલા કાર્યક્રમમાં મંત્રી જરદોશે કહ્યું, ‘અમે કરેલા કામ આશિષ ગુજરાતી મંચ પરથી બોલ્યા તેનો આનંદ છે’
  • ઉદ્યોગપતિઓએ ગોયલને 25 સવાલ કર્યા, 4ના જવાબ આપ્યા

સુરતમાં હીરા બુર્સની મુલાકાત વેળા કેન્દ્રિય ટેક્સટાઈલ મંત્રી પિયુષ ગોયલે ડાયમંડના ટ્રેડિંગ પર લાગતી 2 ટકા ડ્યુટી માફ કરાશે એવી જાહેરાત કરી હતી. આ સાથે ચેમ્બર ઓફ કોમર્સના ઈન્ટરએક્ટિવ સેશનમાં સુરતને જ મેગા ટેક્સટાઈલ પાર્ક મળે તો અમારાથી વધુ ખુશ કોઇ નહીં થાય. એમ કહ્યું હતું. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ટેક્સટાઈલ પાર્ક માટે સુરતથી 50 કિમી દૂર જશો તો જમીન સસ્તી મળશે. ઉદ્યોગકારોને કોઇ તકલીફ નહીં થાય તે માટે અમે કટિબદ્ધ અને વચનબદ્ધ છીએ, ટફ સ્કીમમાં ઇન્ડસ્ટ્રી સાથે ચર્ચા કરી ઉકેલ લવાશે.

ઇન્ડસ્ટ્રીને નડતી સમસ્યાઓ જાણવા મળી અને તેના નિરાકરણ માટે ઉદ્યોગકારો તરફથી સૂચનો પણ મળ્યા છે. જે ફાઇલો પેન્ડીંગ છે તેનો બે દિવસ બાદ અભ્યાસ શરૂ થઇ જશે. યુકે, યુએઇ, યુરોપિયન યુનિયનના 27 દેશ એક્ઝિસ્ટીંગ એફટીએ પર નેગોશિએટ કરીને વિચારીએ. એફટીએ એકતરફી નથી, બંને તરફથી હોય છે. જે વસ્તુની ડિમાન્ડ કરવામાં આવે છે તો કઇ વસ્તુ છોડી શકાય તેની પણ ઉદ્યોગકારોએ તૈયારી રાખવી પડશે. સમગ્ર મામલે રિસ્ક ફેકટર સ્ટડી કરીને એકઝામિન કરાશે.

અન્ડર વેલ્યુએશન વિશે પણ ડીજીએફટી અને કસ્ટમ્સ સાથે વાત કરાશે. ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતીએ દક્ષિણ ગુજરાતની ઈન્ડસ્ટ્રીઝ વિશે માહિતી આપી હતી. રાજ્યમંત્રી દર્શના જરદોશે કહ્યું કે, અમે કરેલા કામ આશિષભાઈ મંચ પરથી બોલ્યા તેનો આનંદ છે. ઉદ્યોગકારોએ ગોયલને 25 સવાલ કર્યા જેમાંથી 4ના જવાબ આપ્યા હતા. ગોયલે ડાયમંડના ટ્રેડિંગ પર લાગતી 2 ટકા ડ્યુટીના નિકાલ માટે તાત્કાલિક સેક્રેટરીને સુચના આપી હતી.

ઉદ્યોગકારોએ આ માંગણી કરી
વેપારીઓ સાથેના ઇન્ટરેકટીવ સેશનમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના 25થી વધુ ઉદ્યોગકારો દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીની રજૂઆત કરાઈ હતી. જેમાં સુરત એપેરલ પાર્ક, ટેકસટાઇલમાં પાવર સબસિડી, સોલાર પાવર, એન્જિનિયરીંગ એન્ડ હાઇટેક ટેકનોલોજી, સુરતમાં મિત્રા પ્રોજેકટ સ્થાપવા, ટેકસટાઇલ એકસપોર્ટ ઓરીએન્ટેડ બની શકે તે માટે માર્કેટીંગ સપોર્ટ, મશીન રજિસ્ટ્રેશનની પ્રોસેસ સરળ કરવા, પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રી, ટફમાં અટકેલી નાના ઉદ્યોગકારોની સબસિડી રિલીઝ કરવા માટે, રો મટિરિયલ ઉપર બેઝીક કસ્ટમ ડયૂટી, ફ્રોઝન ડિહાઇડ્રેડનો પ્લાન્ટ બનાવવા અને ટેકસટાઇલ ઇન્ડિયાનું આયોજન સુરતમાં થાય તે માટે રજૂઆત થઈ હતી.

સચીનના એપેરલ પાર્કનું નિરાકરણ
સચિન એપેરલ પાર્ક કે જેને ગેરસમજથી સ્પે.ઇકોનોમિક ઝોનનું સ્ટેટસ અપાયું હતું, 3 લાખ 60 હજાર ચો.મી. જમીન નકામી પડી છે. આ જમીનને પાર્સિયલ રીતે ડીનોટીફાઇ કરવા કોમર્સ મંત્રાલયમાં ફાઈલ 4 માસથી પડી છે.આ રજૂઆત સાંભળી ગોયેલે એપેરલ પાર્કની દરખાસ્તને 1 વીકમાં ક્લિયર કરવા ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...