સુરતના ચોકબજાર પંડોળ વિસ્તારમાં વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ થયેલા ઝઘડામાં ડબલ મર્ડરની ઘટના બની હતી. ૪ લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવતા બે લોકોના મોત થયા છે. ઘટનામાં એક યુવક ઘટના સાથે મત થયું છે જ્યારે બીજાનો સારવાર દરમિયાન મોટે પડ્યું છે.તો એક વ્યક્તિ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડબલ મર્ડરની ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
પંડોળ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના
સુરતના પંડોળ વિસ્તારમાં ડબલ મર્ડરની હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. જુના રૂપિયાની લેતીદેતી બાબતે ઝઘડો થયા બાદ ૪ લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે લોકોના મોત થયા છે જયારે એક વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પંડોળ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
ઘટના ને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી તપાસમાં જોડાયા
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે તપાસમાં શરૂ કર્યો હતો. ચોક બજાર પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આ અંગે તપાસ હાથ ધરી હતી. એટલું જ નહીં વધુ એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા આ બનાવમાં ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો પણ તપાસમાં જોડાયો હતો. સુરતની ક્રાઈમ બ્રાંચની સહિત એસીપી ડીસીપી સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અત્યાર નો ગુનો નથી તપાસનો ધંધો માટે શરૂ કર્યો છે.
રૂપિયાની લેતી દેતીમાં ઝઘડો થયો હતો
ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે ચોકબજાર પંડોળ વિસ્તારની ઘટના છે કે જ્યાં વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ નાસીર અને દિવાન નામના ઇસમોને ૪ ભોગ બનનારા સાથે જૂની પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો જેમાં રાજુ અને કૈલાશનું મોત થયું છે. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જયારે એકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોધવામાં આવ્યો છે. અહી ખાણીપીણીની જગ્યા હતી અને જુના પૈસા બબાતે માથાકૂટ થતા આ બનાવ બન્યો છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.