ધરપકડ:2 દિવસ પહેલા વલથાણ પાસે રિવોલ્વર તાકી વેપારીના 70 હજાર લૂંટી લેનારા 3 ઝડપાયા

નવાગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત બુધવારે રાત્રે વલથાણ પાસે હાઇવેે પર કાર ઊભી રાખી પત્ની સાથે ફોન પર વાત કરી રહેલા સારોલીના કારચાલક યુવકને બાઇક પર આવેલા 3 લૂંટારૂઓએ લૂંટી લીધો હતો
  • લૂંટ ચલાવનારા ત્રણેય આરોપી ઉંભેળ પાસેની ફેક્ટરીમાં કામ કરતા હતા

સુરત શહેરના સરોલી ગામે રહેતા અને કાપડના વ્યવસાય સંકળાયેલા 32 વર્ષીય યુવક રાત્રીના સમયે વલથાણ ગામે હાઈવે પર કાર ઊભી રાખી પત્ની જોડે વાત કરી રહ્યો હતો ત્યારે એક પાછળથી મોટરસાઇકલ પર આવેલા ત્રણ ઈસમો પૈકી એક રિવોલ્વર બતાવી કારમાં મુકેલી બેગ અને સોનાની વીંટી અને ચેઈનની લૂંટ ચલાવી હતી. જે અંગે કામરેજ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસ હરકતમાં આવતાં પોલીસે મોટરસાઈલની નંબર આધારે ત્રણ લૂંટારુને ઝડપી પાડ્યા છે. અને ગણતરીના કલાકોમાં જ લૂંટનો ગુનો ઉકેલી નાખ્યો છે.

કામરેજ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આદિત્ય રામ બિહારી પાસવાન(32) (રહે. બી - 502 શ્રેયા હાઇટસ સારોલી ગામ મુળ રહે.ઉતરપદેશ) યોગી ચોક કેપિટલ પ્લાઝા દુકાન નં 204માં આઇ બ્રાન્ડ નામથી કાપડ તથા સાડીઓ પર એમ્બ્રોઇડરીનું કામ કરાવી તેનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આદિત્યના નાનાભાઇ પન્નાલાલ પાસવાનની હુન્ડાઇ કંપનીની આઇ-20 કાર નં (GJ-05 RK- 8891)નો ધંધામાં ઉપયોગ કરે છે. તા. 11-8-2021નાંં રાત્રે 8.30 વાગ્યે દુકાનેથી ઘરે જવા કારમાં નીકળ્યો હતો.

જે કામરેજ ચાર રસ્તાથી વલથાણ નહેર પર રાત્રે દસ વાગ્યે આવી મુંબઇથી અમદાવાદ જતાં હાઇવેના સર્વિસ રોડ પર આમલેટની લારીથી થોડે દુર કાર ઉભી રાખી કારમાં બેસી પત્ની સાથે મોબાઇલ પર વાત કરતો હતો. ત્યારે પાછળથી એક મોટરસાઇકલ પર મોઢે રૂમાલ બાંધેલા ત્રણ અજાણ્યા ઇસમોએ આવી કારની બાજુમાં મોટર સાઈકલ ઉભી રાખી હતી. જેમાંથી પાછળ બેઠેલા બે ઇસમો નીચે ઉતર્યા હતાં. મોટરસાઇકલ ચાલકે કારની આગળ મોટરસાઇકલ (GJ 05 HN 9614) ઉભી કરી દીધી હતી.

જે બાદ બાઇક પરથી નીચે ઉતરેલામાંથી એક ઈસમે ફોન પર વાત કરતાં આદિત્યને રિવૉલ્વર બતાવી દરવાજો ખોલવાનો ઇશારો કરતા આદિત્યએ અડધો કાચ ખોલતાં ઇસમેે જબર જસ્તી દરવાજો ખોલી રિવોલ્વર છાતી પર મુકી તારી પાસે જે કંઇ હોય તે અમને આપી દે, અને બાજુની શીટ પર મુકેલી પર્સ ઉઠાવી લીધું હતું. જેમાં રોકડાં18000 રૂપિયા હતા. જ્યારે બીજાં ઇસમે ચપ્પૂ બતાવી તારા હાથમાંની બે વીંટીઓ આપી દે તથા ગળામાંથી સોનાની ચેન પણ લઇ લીધી હતી. ત્યારબાદ ચપ્પૂ વાળા ઇસમે તું અહીંથી નીકળી જા કહી ત્રણેય બાઇક પર બેસી નાસી ગયા હતા.

બાદમાં આદિત્યએ વલથાણ નહેરથી પુણા ગામ તરફ જતાં રોડ પર થોડે દુર જઇ કાર થોભાવી 100 નંબર પર પોલીસનેે જાણ કરી હતી. જેથી કામરેજ પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. આદિત્ય પાસવાનેે કામરેજ પોલીસ મથકે વલથાણ હાઇ વે પર મોટરસાઇકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ રોકડા 18000રૂ સોનાની બે વીંટી કિં 32000 રૂપિયા તથા સોનાની ચેન કિં.20,000 મળી કુલ 70,000રૂપિયાની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

જે અંગે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી હતી. અને લૂંટમાં વપરાયેલી બાઇકના નંબરને આધારે પોલીસે તપાસ કરતા લૂંટની ઘટના બન્યાના ગણતરીના કલાકમાં ત્રણેય લૂંટારુને ઝડપી પાડ્યા છે. અને લૂંટારૂઓની વધુ પૂછતાછ હાથ ધરી છ.

લૂંટારૂઓ પોતાના શેઠની બાઇક લઇને આવ્યા હતા
લૂંટારૂઓ જે મોટરસાઇકલ લઈને આવ્યા હતાં તે મોટરસાઈકલનો નંબર ફરિયાદીએ પોલીસને આપ્યો હતો. જેથી પોલીસે બાઇક નંબરના આધારે માલિકના એડ્રેસની તપાસ કરતા જાણવા મળ્યું હતું ત્રણેય લૂંટારૂ પોતાના શેઠની મોટરસાઈકલ લઈને આવ્યા હતાં.

તપાસમાં લૂંટના અન્ય ગુના ઉકેલાવની શક્યતા
પોલીસ દ્વારા હાલ તપાસના કારણોસર પકડાયેલા લૂંટારૂઓના નામ જાહેર નથી કરાયા. પરંતુ પોલીસના જણાવ્યા મુજબ લૂંટારૂંઓ ઉંભેળ ખાતે એક ફેક્ટરીમાં નોકરી કરતાં હોવાનું ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...