• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 2 Crore And 72 Lakhs Fraud Under The Pretext Of Investing In The Stock Market With A Trader In Surat, Threatened To Kill Himself If He Demanded Rs

સર્વસ્વ ગુમાવ્યું:સુરતમાં વેપારી સાથે શેરબજારમાં રોકાણના બહાને સંબંધીની 2.72 કરોડની ઠગાઈ, રૂપિયાની માંગણી કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ફોઈના દિયરના દીકરાએ 40થી 50 ટકા ફાયદો થવાનું કહી રૂપિયા પડાવ્યા

સુરતના વેપારીને તેના દુરના સંબંધીએ શેરબજારમાં અને કોમોડીટીમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી રોકાણના બહાને રૂપિયા 2.72 કરોડ પડાવી લીધા બાદ છેતરપિંડી કરી હતી. વેપારીએ રોકાણ કરેલા રૂપિયાની માંગણી કરતા સંબંધીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નક્કી કરેલ સમય મર્યાદામાં વેપારીએ રોકાણ કરેલ રકમ નફા સાથે માંગતા સંબંધીએ પૈસા નહી આપી ઉપરથી પૈસાની માંગણી કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લાંબાગાળે સારો ફાયદો થશે હોવાની લોભામણી વાતો કરી હતી
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ મગોબગામ ભક્તિધામ મંદિરની સામે અભિષેક રેસીડેન્સીમાં નંદકિશોર લક્ષ્મીનારાયણ ભટ્ટર (ઉ.વ.43) પરિવાર સાથે રહે છે. રીંગરોડ ઓમ માર્કેટમાં નિકિતા ટ્રેડીંગના નામે વેપાર ધંધો કરે છે. નંદકિશોરને તેની ફોઈ દુર્ગાદેવીના દિયરનો છોકરો આશિષકુમાર સંપતલાલ સોનીએ પોતે કોમોડીટી તેમજ શેરબજારને લાગતુ કામ કરે છે અને મારી સાથે બીજા ત્રણ માણસો કામ કરે છે. અમારે રુચી સોયા કંપની સાથે ડીલ થઈ છે. કોમોડીટી અને શેરબજારમાં જેટલું વધુ રોકાણ કરશો તેટલું લાંબાગાળે સારો ફાયદો થશે હોવાની લોભામણી વાતો કરી હતી.

16 મહિનામાં કુલ 2.64 કરોડ રોકાણ માટે આપ્યા હતા
આશિષકુમાર સંબંધમાં થતા હોવાથી નંદકિશોરે તેના ઉપર વિશ્વાસ મુકી તેમના કહેવા પ્રમાણે 23 ઓગસ્ટ 2017થી 31 જાન્યુઆરી 2020 સુધીમાં કુલ રૂપિયા 2.64 કરોડ અને 3 મે 2018ના રોજ તેના ખાતામાંથી આશિષકુમાર સોનીના કહેવાથી એનઈએફટીથી અભિષેક કપુરીયાના ખાતામાં 1 લાખ, ગૌરવ બીયાનીના ખાતામાં 1 લાખ, મીસવાના ખાતામાં 1.50 લાખ, સચીયાય માતા કોન્ટ્રાકટરના ખાતામાં 1.50 લાખ અને સંધ્યા પાપડના ખાતામાં રૂપિયા 3 લાખ મળી 8 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

રૂપિયાની માંગણી કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી
આશિષકુમાર અવાર નવાર નંદકિશોરની દુકાને આવતો ત્યારે રોકાણ કરેલાની સામે બે ગળો નફો થયો છે અને તે પૈસા પણ રોકાણ કરી દીધા છે જેટલું પણ રોકાણ કરશો તેનું 40થી 50 ટકા ફાયદો થશે તેવો વિશ્વાસ આપ્યો હતો. આ રીતે નંદકિશોર પાસેથી કુલ 2.72 કરોડનું રોકાણ કરાવ્યું હતું. આશિષકુમારે રોકાણ કરેલ રૂપિયા નફા સાથે ગત 23 ફેબ્રુઆરી 2020ના રોજ આપવાનુ કહ્યું હતું. નંદકિશોરે ફોન કરતા આશિષકુમારે ગલ્લા તલ્લા કરી વાયદાઓ આપવા લાગ્યો હતો અને હવે ગાળાગાળી કરી રોકાણ કરેલા રૂપિયા ભુલી જાઓ એક પણ રૂપિયો મળશે નહી હવે પછી રૂપિયાની માંગણી કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે નંદકિશોરની ફરિયાદ લઈ આશીષકુમાર સોની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.