બુટલેગર ઝડપાય:ભેસ્તાનના હળપતિવાસમાંથી 5 લાખના દારૂ સાથે 2 પકડાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૂત્રધાર બુટલેગર સુફિયાન વોન્ટેડ જાહેર

ભેસ્તાન હળપતિવાસમાં સોમવારે બપોરે ક્રાઇમબ્રાંચે ગોડાઉનમાંથી સંતાડેલો 4.89 લાખના વિદેશી દારૂ સાથે એકને પકડી પાડ્યો છે. બુટલેગર તેના ભાઈ સાથે દારૂનો વેપલો કરે છે અને ઘરની બાજુમાં એક ગોડાઉનમાં બે દિવસ પહેલા દારૂ મંગાવી સંતાડી દીધો હતો. બંને ભાઈ પૈકી એકનું નામ સોયેબ હકીમુદ્દીન ફારૂકી (23) છે અને તે ભેસ્તાન હળપતિવાસમાં રહે છે. હાલમાં તેની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. ઉપરાંત દારૂનો માલ નીકેશ ઉર્ફે નિકલો ગાંડો કિશોર પટેલ (રહે, કેશવનગર,ભેસ્તાન)એ પણ સુફીયાન પાસેથી મંગાવ્યો હતો.

જેથી ડીસીબીએ તેને પણ મોડીરાતે પકડી લીધો હતો. હાલ બુટલેગર સુફીયાન ઉર્ફે સુફીયાન ફારૂકી હકીમુદ્દીન ફારૂકી (રહે, હળપતિવાસ, ભેસ્તાન) વોન્ટેડ છે. મક્રરસંક્રાતિના તહેવાર નિમિત્તે સેલવાસ-હરીયાણાની બનાવટનો વિદેશી દારૂ બે લિસ્ટેડ બુટલેગરો દ્વારા મંગાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. બુટલેગર નીકેશ અગાઉ દારૂ અને હત્યાની કોશિશના ગુનામાં પાંડેસરા પોલીસના હાથે પકડાયો હતો. સૂત્રધાર સુફીયાન પકડાય પછી પકડાયેલા દારૂ અંગેની તમામ હકીકતો મળી સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...