કાર્યવાહી:અડાજણમાં ક્રિકેટ પર સટ્ટો રમતા 2 ઝડપાયા, 6 વોન્ટેડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અડાજણ આદર્શ નગર સોસાયટી પાસે રોડ ઉપર બેસી આઈપીએલની મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા બે સટ્ટોડીયાઓને પોલીસે પકડી પાડયા છે. અડાજણ પોલીસે ઝડપાયેલા બંને સટ્ટોડીયાઓ પાસેથી બે મોબાઇલ અને રોકડ મળી 1 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે.

પકડાયેલામાં 24 વર્ષીય પાર્થ દેવેન્દ્ર દેસાઈ (રહે,આદર્શનગર સોસા,અડાજણ) અને 24 વર્ષીય નીલ બાબુ પટેલ (રહે,સીતારામનગર સોસા,અડાજણ) છે. જયારે આરોપી પ્રવિણ ઉર્ફે રાવણ ઉર્ફે પપ્પુ રઘુનાથ રનકાવત(રહે,ભેસ્તાન), અંકુર પટેલ, કાનો પટેલ, યશ, અંકિત પટેલ અને સચિનને અડાજણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. વધુમાં નીલ પટેલ વેબસાઇટથી માસ્તર આઈડી પ્રવિણ પાસેથી લઈ આરોપી પાર્થ દેસાઈ અને ભાગેડુ આરોપીઓને આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...