કાર્યવાહી:ટેમ્પોમાં કાંદાની ગૂણોમાં વિદેશી દારૂ લાવતા 2 પકડાયા, 2 વોન્ટેડ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરનો નવો કીમિયો
  • 3.51 લાખનો દારૂ, ફોન મળી 10.50 લાખનો માલ જપ્ત

ટેમ્પામાં વચ્ચે વિદેશી દારૂની પેટીઓ મુકી આજુબાજુ કાંદાની 20 જેટલી ગુણો મુકી નાસિકથી શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરે નવો કીમિયો અપનાવ્યો છે. આ અંગેની ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી. જેના આધારે નાના વરાછા ઢાળ પાસે વહેલી સવારે ખાનગી વાહનમાં વોચમાં ગોઠવાય ગઈ હતી. આ દરમિયાનમાં એક ટેમ્પો આવ્યો અને અંદર તપાસ કરતા કાંદાની આડમાં વિદેશી દારૂ મોટી માત્રામાં મળી આવ્યો હતો. ડીસીબીના સ્ટાફે 3.51 લાખનો વિદેશી દારૂ, મોબાઇલ અને ટેમ્પો મળી 10.52 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

ડીસીબીએ ટેમ્પો ચાલક વિશાલ સુકલાલ વરાડે(26)(રહે, કડવન બસ સ્ટેન્ડની પાછળ, નાસિક), બાજુમાં બેઠેલા કરણ ભવરસિંહ ખરવડ (22) (રહે, સીતારામ સોસા, પુણા ગામ)ની ધરપકડ કરી છે. નાસિકથી દારૂનો માલ રાજુ ઉર્ફે રાજુ સોની વિષ્ણુ ગોપાલ સોની (રહે, મહાલક્ષ્મી સોસા, નાસિક)એ ટેમ્પાના ચાલકને આપ્યો હતો અને ચાલક તે માલ સુરતમાં ગોડાદરા શ્રી રેસીડન્સીમાં રહેતા બુટલેગર રાજારામ ઉર્ફે રાજુ ગેંડો દવરરામ પવારને સપ્લાય કરવાનો હતો. હાલમાં બન્ને વોન્ટેડ છે.

ડિંડોલી ટ્રકમાંથી વિદેશી દારૂ બિનવારસી મળ્યો
ડિંડોલી શાકભાજી માર્કેટ પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી 2.80 લાખનો વિદેશી દારૂ બિનવારસી મળી આવ્યો હતો. ડિંડોલી પોલીસને ટ્રકની અંદર તપાસ કરી હતી. જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ મળી આવ્યું હતું. જેમાં ગૌરવ વાલ્મીકી જાધવ નામ લખેલું હતું. પોલીસે ગૌરવ જાધવ નામના વ્યકિતની સામે ગુનો નોંધ્યો છે. સાથે 2.80 લાખનો દારૂ અને ટ્રક મળી 17.80 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...