તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લિંબાયતની ઉજ્જીવન બેંકમાં 2 કેસ મળતાં બંધ, 44 પાનના ગલ્લા-દુકાનો બંધ કરાયા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અઠવાની કેનરા - એસબીઆઇ- બેંક ઓફ બરોડામાં કોરોના ટેસ્ટિંગ થયું

શહેરમાં કોરોના બીજા ફેઝમાં વકર્યો છે કેસ 200 ઉપર છે ત્યારે સુપરસ્પ્રેડરો અંગે પાલિકાએ ટેસ્ટિંગ હાથ ધર્યા છે. તેમાં બેંકોને પણ આવરી લેવામાં આવી છે બેંકોમાં ખાતેદારો, મુલાકાતીઓનું આવનજાવન વધુ રહેતું હોય બેંકના કર્મચારીઓ, સ્ટાફ પણ સુપરસ્પ્રેડર થઈ શકે તેમ જણાતા પાલિકા કમિશનરે તમામ બેંકના કર્મચારીઓના ટેસ્ટિંગ કરવા માટે આદેશ આપ્યો હતો તે મુજબ બેંકોમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યાં છે તેમાં, લિંબાયત ઝોનમાં ઉજ્જીવન માઇક્રો ફાઇનાન્સ બેંકમાં 2 પોઝિટિવ મળ્યા હોય બેંકને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે અઠવા ઝોને પણ કમિશનરના આદેશનું પાલન કરતાં કેનરા, એસબીઆઈ, બેંક ઓફ બરોડામાં મળી 58 જેટલા કર્મચારીઓના ટેસ્ટ કર્યા છે.

આ સાથે પાલિકા તંત્રએ તમામ બેંકને તેમના એટીએમમાં સંક્રમણ ફેલાઈ શકે તેવી શક્યતા હોય સેનેટાઈઝર મુકવા તથા સાફસફાઈ રાખવા માટે ખાસ સૂચના આપી છે. તે માટે તમામ ઝોનમાં સરવે પણ હાથ ધરવામાં આવ્યો છે અને બેંકો દ્વારા એટીએમ ડિસ-ઇન્ફેકશન કરવા અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા ક્વાયત હાથ ધરી છે. બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ 44 પાનના ગલ્લાઓ બંધ કરાવાયા હતાં.

લિંબાયતની ચાર બેંકમાં તપાસ કરાઈ
લિંબાયત ઝોને પરવટ પાટિયા તથા ડિંડોલીની નાની-મોટી 4 બેંકોમાં તપાસ કરી કર્મચારીઓના ટેસ્ટિંગ કર્યા હતાં. તેમાં, ઉજ્જીવન માઈક્રો ફાઇનાન્સ બેંકમાં 12 જેટલા કર્મીઓના ટેસ્ટિંગ કરાતાં તેમાંથી લોન રિકવરી એજન્ટ પોઝિટિવ આવ્યાં હતાં. માસ્ક અને એસઓપી પાલન બેંકમાં કરાતું ન હોવાની ગંભીર બાબત સામે આવી હતી. તેમજ હોમલોન રિકવરી એજન્ટ અને 1 કર્મી પોઝિટિવ આવતાં પાલિકાએ બેંકને 3 દિવસ બંધ કરાવી હતી તથા 3 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો